Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં કોંગ્રેસના કયા નેતાએ ફૂંક્યું નવા આંદોલનનું રણશિંગુ, જાણો વિગત
અલ્પેશ ઠાકોર બંધ થાય તેમ નથી તેમ કહીને તેમના વિરોધીઓ પર તીખી પ્રતિક્રિયા આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમૂહલગ્નના દિવસે એક નવું રણશિંગું ફૂંક્યું હતું. અલ્પેશ ઠાકોરે સરકાર પાસે ઠાકોર સમાજના વિકાસ માટે 10 હજાર કરોડનું એક વિશેષ પેકેજની માંગણી કરી હતી. એટલું જ નહીં 1મેનાં દિવસે એક નવું આંદોલન કરવાની જાહેરાત પણ કરી હતી.
પાટણના ધારસભ્ય કિરીટ પટેલ, બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય અપ્લેશ ઠાકોર તેમજ ઠાકોર સમાજના સંત સદારામ બાપુ સહિતના મહેમાનો નવદંપતીઓને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઠાકોર સમાજના લોકો પણ ઉમટી પડ્યાં હતાં.
આ આંદોલન પ્રજા લક્ષી હશે તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠામાં તેમના વિરુદ્ધ કરાયેલી બે ફરિયાદો વિશે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર સંયમતાથી રહે છે.
પાટણ: પાટણના સુજનીપુર ખાતે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ઠાકોર સમાજનો 12મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. જેમાં 142 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમુહલગ્નના દાતા સિદ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર હતા અને પોતે કરોડપતિ ઉદ્યોગપતિ હોવા છતાં પણ તેમના એકના એક દીકરાને સમુહલગ્નમાં સાદગીથી લગ્ન કરાવીને એક નવી પહેલ કરી હતી.
પરંતુ જે લોકો ગરીબોને ડરાવવાનું કામ કરે છે તેવા લોકો પર અલ્પેશ ઠાકોને ગુસ્સો આવે છે. અલ્પેશ ઠાકોરને જેલમાં નાખવો હોય તો નાખી દો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -