ભાજપના આ ઉમેદવારે 3 વર્ષ સુધી નહોતો ભર્યો ટેક્સ ને ટિકિટ મળતાં રાતોરાત 65 લાખ ભરી દીધા, જાણો વિગત
જે બાબતની ગંભીરતાની નોંધ લઇને ધનજીભાઈ પટેલે પોતાના માણસો દોડાવીને તમામ બાકી ટેક્સ પેટે રૂપિયા 65 લાખ જેટલી રકમ સુરેન્દ્રનગર પાલિકામાં ભરી દીધી હતી. જ્યારે વ્યવસાય વેરાનાં અંદાજે રૂ. 1 લાખ 11 ટકા પેનલ્ટી સાથે ભરી દીધા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી વધુ 60 લાખ જેટલા ફેક્ટરીનાં હાઉસ ટેક્સનાં ત્રણ વર્ષથી બાકી હતા. જેના માટે નોટીસો આપવા છતાં પૈસા ભરવામાં આવતા ન હતાં. પરંતુ જો સરકારી દેવુ બાકી હોય તો ઉમેદવારી પત્ર રદ થાય આવું જાણવા મળતાં તેઓ તાત્કાલિક ટેક્સ ભરવા આવી પહોંચ્યા હતાં.
ખાસ કરીને મોટા માથા તો પોતાની વગના જોરે પાલિકાનાં કર્મચારીઓને પોતાના દરવાજામાં પણ કરવા દેતાં ન હતાં. પરંતુ ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉતાવળા થયેલા નેતાઓએ રાતોરાત બાકી ટેક્સ ભરવા માટે દોડધામ લગાવી હતી. જેમાં ખાસ કરીને વઢવાણ વિધાનસભાની બેઠકમાં ભાજપનાં ઉમેદવાર ધનજીભાઈ પટેલની મેકશન ગ્રૂપની ફેક્ટરી તથા જોરાવરનગર ખાતેનાં તેમનાં નિવાસ સ્થાન સહિતનાં હાઉસ ટેક્સ, તેમનો પોતાનો વ્યવસાય વેરો તથા પાણી વેરા સહિતનો અંદાજે 65 લાખનો ટેક્સ બાકી હતો.
ભાજપનાં ઉમેદવારે બાકી નિકળતા રૂપિયા 65 લાખ જેટલો ટેક્સ તાત્કાલીક ભરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર નગપાલિકામાં શહેરનાં અનેક લોકોનાં ટેક્સ બાકી છે. પાલિકા દ્વારા વારંવાર સૂચના તથા નોટીસો ફટકારવા છતાં શહેરીજનોની સાથે ઉદ્યોગપતિઓ ટેક્સ ભરવા માટે આવતા ન હતા.
સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. વઢવાણ વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. કોણ કોના પર ભારે રહેશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે હાર જીત તો ગમે તેની થાય પરંતુ સુરેન્દ્રનગર પાલિકાની આવકમાં રાતોરાત વધારો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -