આનંદીબેન પટેલનાં પુત્રી અનાર કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? અકોટા બેઠક પર લડવા કેમ કર્યો ઈન્કાર?
પાદરાના ભાજપના ધારાસભ્ય દિનુમામાએ તો એક સંમેલનમાં અને સોશ્યિલ મિડિયા પર પોતે અપક્ષ નહીં લડે તેવા મેસેજ મોકલ્યા હતા. જ્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ જણાવ્યું છે કે, પક્ષ તરફથી મને ટિકિટ આપવાની ખાત્રી આપી છે પછી મારે અપક્ષ લડવાની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા જિલ્લાની પાંચ બેઠક પૈકી એક બેઠક રીપીટ થશે જ્યારે અન્ય ચાર પર નવા ચાર ઉમેદવારોનાં નામ ચર્ચામાં આવ્યાં છે. આ કારણે હાલના ધારાસભ્યોમાં છૂપો રોષ છે એટલું જ નહીં ભાજપના પાદરા-વાઘોડિયાના ધારાસભ્ય તો બળવો કરી અપક્ષ ચૂંટણી લડશે તેવી વાતો પણ વહેલી થતા ભાજપ મોરચે રાજકારણ ગરમાયું છે.
જો કે ભાજપના ઉમેદવારોની યાદી ફરતી થતાં શહેર-જિલ્લામાં આગેવાનો વચ્ચે ભાંજગડ શરૂ થઇ ગઇ છે. ગઇ કાલે સોશ્યિલ મિડિયા પર ફરતી થયેલી યાદી પ્રમાણે છોટાઉદેપુર અને વડોદરા શહેર-જિલ્લાની 13 બેઠકો પર વડોદરા ના માત્ર એક ધારાસભ્ય રીપીટ થશે અને તેના સ્થાને ચાર નવા ચહેરા ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે.
આ કારણે તેમણે અકોટા બેઠકની દરખાસ્ત ઠુકરાવી દીધી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ફરતી થયેલી યાદીમાં જેમનાં નામ નથી તે પૈકી પાદરાના ધારાસભ્ય દિનુમામાએ એવો જવાબ આપ્યો છે કે જે કોઇને પક્ષ ટિકિટ આપશે તેને જીતાડીશું તેવો સંદેશો વહેતો કર્યો છે.
ભાજપ સત્તાવાર રીતે આ વાતને સમર્થન નથી આપતો પણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં થશે ત્યારે અનાર પટેલના નામ પર મહોર મરાશે. અનાર પટેલને અકોટા બેઠક આપવા પણ ભાજપ તૈયાર છે પણ સૌરભ પટેલને કાપવામાં આનંદીબેન પોતે નિમિત્ત બનવા નથી માગતાં.
આનંદીબેને ઘાટલોડિયા બેઠક પરથી નહીં લડવાની જાહેરાત કરી તેના બદલામાં તેમણે અનાર પટેલને ઘાટલોડિયા બેઠક આપવા કહ્યું હતું. ભાજપે એ વાત નથી સ્વીકારી પણ તેના બદલામાં ભાજપ માટે સૌથી સલામત મનાતી બેઠકો પૈકીની એક માંજલપુર આપવા તૈયારી બતાવી હોવાનું ભાજપનાં સૂત્રો કહે છે.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દાવેદારોમાં અનાર પટેલનું નામ નથી. ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે માંજલપુરની બેઠક માટે આનંદીબહેનના પુત્રી અનાર પટેલે દાવો કર્યો છે અને તેમનું નામ પાકું છે. ભાજપ સત્તાવાર રીતે આ વાત સ્વીકારતો નથી પણ અનાર પટેલની ઉમેદવારી નક્કી મનાય છે.
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની વડોદરા શહેર-જિલ્લાની દશ અને છોટાઉદેપુરની ત્રણ મળી કુલ ૧૩ બેઠક માટે ભાજપના ઉમેદવારોની યાદી સોશિયલ મિડિયા પર ફરતી થઇ છે. આ યાદીમાં હાલના કેટલાક ધારાસભ્યના નામ નથી ત્યારે બીજી તરફ કેટલાક એવા દાવેદારોનાં નામ નથી કે જેમની ટિકિટ પાકી મનાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -