સારા વરસાદ માટે રૂપાણી સરકાર કરશે યજ્ઞ, 33 જિલ્લાઓમાં કરાશે પર્જન્ય યજ્ઞ
યજ્ઞ માટે શાસ્ત્રોના જાણકાર બ્રાહ્મણની વ્યવસ્થા કરવાની જવાબદારી સંગઠનને સોંપાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
રાજ્યના કુલ 41 સ્થળોએ આ યજ્ઞ કરવામાં આવશે.આ યજ્ઞમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહેશે.
અમદાવાદ: ગુજરાતમાં રાજ્ય સરકાર પાણી માટે ભગવાન ભરોસો હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા સારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં સરકાર વરસાદ દરમિયાન વહી જતાં પાણીનો સંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તમામ ગામડાઓને જિલ્લાઓમાં તળાવ ઉંડા કરવાનું કામ કરી રહી છે. નદી કેનાલોની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. સરકારે સારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરી છે
આ વચ્ચે રાજ્ય સરકાર 33 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં પર્જન્ય યજ્ઞ કરશે. આ માટે સરકારે સંગઠનના પ્રભારી, પ્રધાનો અને સચિવોને જવાબદારી સોંપી છે.