ગુજરાતના 6 શહેરોમાં ખુલશે નવા પાસપોર્ટ સેવા કેંદ્ર, જાણો ક્યાં શહેરોનો કરાયો સમાવેશ
આ અંગે મીડિયાને માહિતી આપતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કેન્દ્રના વિદેશ મંત્રાલય તરફથી આઉટ રીચ કોન્ફરન્સ રાખવામાં આવતી હોય છે. આજે ગાંધીનગર ખાતે વિદેશના રાજ્યમંત્રી એમ. જે. અકબરના અધ્યક્ષતામાં કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને પડતી મુશ્કેલીઓ, તેમને નડતા લગ્ન સંબંધી પ્રશ્નો તેમજ વિદેશમાં નોકરી સંદર્ભે નડતા પ્રશ્નો અંગે આ બેઠકમાં વિદેશમંત્રીની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં છ નવા શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની મંજૂરી મળી છે તેમાં ગાંધીનગર, બારડોલી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. નવા પાસપોર્ટ કેન્દ્રો શરૂ થતાની સાથે જ હવે આ શહેરોના લોકોને પાસપોર્ટ માટે બીજા શહેરમાં જવું નહીં પડે.
અમદાવાદ: કેન્દ્ર સરકારે રાજ્યમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે આવેલા કેન્દ્રીય રાજ્ય વિદેશ મંત્રી એમ.જે.અકબરે આ જાહેરાત કરી હતી. છ નવા પાસપોર્ટ કેન્દ્રને મંજૂરી મળતાની સાથે જ ગુજરાતમાં કુલ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યા 24 પર પહોંચી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -