Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આગામી 4 દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, જાણો ક્યાં પડી શકે છે વરસાદ
રાજસ્થાન, પંજાબ અને મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડે તેવા સંજોગો ઉભા થયાં છે. દરિયો તોફાની બનવાની શકયતા છે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયામાં ન જવા સુચના અપાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, બોટાદમાં વરસાદ પડવાની સંભાવના છે. ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20મી જુલાઈના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના શહેરમાં વરસાદ પડવાની શકયતા છે. સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા હવામન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતના આણંદ, વડોદરા, અકિલા ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાગી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહેશે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતુ પ્રેસર ભારે વરસાદ લાવતું હોય છે. હાલ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદ પડવાની સંભવના છે.
અમદાવાદ: અમદાવાદ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ છે. ગુજરાતમાં આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 20મી અને 21મી જૂલાઇએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -