કોંગ્રેસની ટિકિટ માટે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે સર્જાયા મતભેત? શું છે સમગ્ર મામલો, જાણો વિગતે
કોંગ્રેસ અને પાસ હજુ સુધી પાટીદાર ઓબીસી અનામત અંગે કોઈ નિર્ણય પર આવી શક્યા નથી ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતાઓ આ અંગે ચર્ચા કરવા દિલ્હી પહોંચ્યા છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પાસના નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો માટેની ચર્ચા કરવા દિલ્હી ગયા છે અને તેમણે વિધિવત રીતે 10 ટિકિટ માગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે ગત મહિને જ ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. અલ્પેશ ઠાકોરે પક્ષને ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો જીતાડવાની ગેરન્ટી આપી હોવાની પણ વાત બહાર આવી હતી. જોકે તે ઉપરાંત તેણે જે બેઠકો માગી છે તે મામલે કોંગ્રેસમાં જ અંદરથી વિરોધ થયો હોવાનો પણ અહેવાલ છે.
હાર્દિક પટેલે હજુ સુધી કોંગ્રેસને ખુલ્લો ટેકો નથી આપ્યો, પરંતુ આડકતરી રીતે તે કોંગ્રેસની સાથે છે તેવો ઈશારો કરી ચૂક્યો છે. જ્યારે હાર્દિક પટેલની કથિત વાયર વીડિયો મુદ્દે પણ કોંગ્રેસે તેનો પક્ષ લીધો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ જે પાટીદારને ટિકિટ આપશે તેને તે પોતાનો ટેકો આપશે તેમ પણ અનેક વાર કહી દીધું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતની 12 બેઠકો પર પોતાના ઉમેદવારો માટે ટિકિટ માગી હોવાનું જાણવા મળી રહ્યું છે. દિનેશ બાંભણિયા સહિતના પાસના આગેવાનો દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવા ગયા હતાં અન ટિકિટો મુદ્દે તેમને પણ પક્ષની નેતાગીરી સાથે અંટસ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
અમદાવાદ: ભાજપે 70 બેઠકો પર પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે, ત્યારે કોંગ્રેસ પર પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું દબાણ વધ્યું છે. જોકે હાલ મળી રહેલી વિગતો અનુસાર, કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મુદ્દે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઓબીસી આગેવાન અલ્પેશ ઠાકોર સાથે મતભેદ થયા છે. આ મામલે અહેમદ પટેલે દરમિયાનગીરી કરી હોવાનો પણ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -