પરપ્રાંતીયો પર હુમલા બાદ હજારો લોકોએ ગુજરાત છોડ્યું, રાજ્યમાં કુલ 57 કેસ નોંધાયા
આવા માહોલમાં ગુજરાત સરકારે હિજરત કરી ગયેલા પરપ્રાંતીય નાગરીકોને ફરીથી ગુજરાત આવી જવાની અપીલ કરી છે. તેમજ હજુ જે ગુજરાતમાં છે તેવા લોકોને હિજરત નહીં કરવાની વિનંતી પણ કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે. તેમજ જે હૂમલા થયા છે તેનાં દોષિતોને છોડવામાં નહીં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં બની રહેલી ઘટનાઓના પડઘા અન્ય રાજ્યોમાં પણ પડયા છે. તેની સરકારો પણ ચિંતીત થઇ છે. જેને પગલે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો ફૂલ થઇ ગઇ છે. સરકારી અને લકઝરી બસોમાં પણ જગ્યા નથી.
અમદાવાદ: બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યનાં અનેક વિસ્તારોમાં પરપ્રાંતીય નાગરીકોને ટારગેટ કરાયા છે. જેને પગલે તેઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ઘર ખાલી કરવાની સતત મળી રહેલી ધમકીઓ અને હૂમલાઓની આશંકાને પગલે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં હજારો લોકોએ ગુજરાત છોડ્યું છે. જો સ્થિતિ સુધરશે નહીં તો હજુ ગુજરાતમાંથી હિજરત કરી જવાનો આંકડો વધશે. પોલીસ પરપ્રાતીયો પર હુમલા કરવાનાને લઈને 431 લોકોની અટકાયત કરી છે. રાજ્યમાં કુલ 57 કેસ નોંધાયા છે. સૌથી વધુ મહેસાણા જિલ્લામાં કેસ નોંધાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -