સૌરાષ્ટ્રમાં ભાજપના કાર્યક્રમમાં મહિલાઓએ હોબાળો કરતાં સાંસદે ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું? જાણો વિગત
આ અંગે ધારી ભાજપ પ્રમુખ અતૂલભાઈ કાનાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આવો કોઈ બનાવ બન્યો નથી સાંસદને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી પોતાનું વકતવ્ય આપી રવાના થયાં હતાં. જોકે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટના બની હતી જેમાં ભાજપના સાંસદ અને આગેવાનોને ઉભી પૂંછડીએ ભગાડ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે ગામના આગેવાન ધીરુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ઉજ્જવલા કાર્યક્રમ સરકારી કાર્યક્રમ હતો જેને ભાજપ દ્વારા પ્રસિદ્ધનો કાર્યક્રમ બનાવી દીધો હતો અને સરકારની વાહ વાહ કરતા સાંસદનો મહિલાએ વિરોધ કરતા સાંસદને કાર્યક્રમ અધવચ્ચે છોડીને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.
સરકારની વાહ વાહી કરતા સાંસદ તથા અન્ય પર ભારે રોષ ઠાલવીને જણાવ્યું હતું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી ફક્ત વાહ વાહી કરતી સરકાર પર ભારે રોષ ઠાલવ્યો હતો જે અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલાઓ વિરોધ કરતી જોવા મળે છે અને આગેવાનો તથા પોલીસ સ્ટાફ અને ધારી પી.એસ.આઈ. પણ જોવા મળ્યા હતાં. જે રોષ શાંત પાડવાની કોશીષ કરી રહ્યાં છે.
ધારીના દેવળા ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કાર્યક્રમમાં માહિલાઓ તથા લાભાર્થીઓને ગેસકિટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ એક બાદ એક ભાજપના આગેવાનો ભાષણ કરતાં જેમાં અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા પણ ભાષણ આપતાં હતા તે દરમિયાન ત્યાં ઉપસ્થિત મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે ભાજપ પ્રમુખને પૂછવામાં આવ્યું હતું જોકે તેમને આવી કોઈ ઘટના બન્યાનો ઈનકાર કર્યો હતો. જોકે ગામના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આ ઘટના બની છે. ગામમાંથી ભાજપના સાંસદ અને આગેવાનોને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમરેલી: ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસકિટના વિતરણ કાર્યક્રમમાં સાંસદે કાર્યક્રમને પ્રસિદ્ધીનો કાર્યક્રમ બનાવી દેતાં મહિલાઓએ ભારે વિરોધ કર્યો હતો અને ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી જતા રહેવું પડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -