ગુજરાતમાં અતિવૃષ્ટિ: આજે પણ રાજ્યભરમાં ભારે વરસાદ પડશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદના કારણે 34 માનવ મોત થયાં છે. અત્યાર સુધીમાં વીજળી પડવાથી, તણાઈ જવાથી, દીવાલ પડવાથી સહિતના વિવિધ કારણોસર કુલ 128 જણાના મોત થયા છે.
ગુરુવારે 13 હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. મહેસાણામાં 3, અમદાવાદમાં 3 અને ડીસામાં 7 હેલિકોપ્ટરો કામે લાગ્યા છે. અત્યાર સુધીમાં હેલિકોપ્ટરોએ 93 ટ્રીપો લગાવીને રેસ્ક્યુ હાથ ધર્યુ છે.
બુધવારે અને ગુરુવાર બે દિવસમાં જ અમદાવાદ શહેરમાં 9 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લામાં પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ધરોઈ ડેમાંથી પાણી છોડાતા અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. દસક્રોઈ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધૂકા, ધોલેરા સહિતના તાલુકાના 65 ગામોમાંથી 1331 પરિવારોના 11,000 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
અમદાવાદઃ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. હજુપણ 28મીના શુક્રવારે એટલે કે આજે અમદાવાદ-ગાંધીનગર સહિત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાતમાં સરેરાશ 810 મિલિમીટર (32 ઈંચ-10 મી.મી.) વરસાદ પડતો હોય છે પરંતુ આ વખતે સિઝનના માત્ર દોઢ મહિનામાં 587 મી.મી. (23 ઈંચ-12 મી.મી.) એટલે કે સિઝનના કુલ સરેરાશ વરસાદના 73 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જેના કારણે 32 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે.
રાજ્યના 5 નેશનલ હાઈવે, 30 સ્ટેટ હાઈવે અને 731 પંચાયત હસ્તકના રસ્તા, અન્ય માર્ગો 105 મળીને કુલ 871 માર્ગો બંધ કરી દેવાયા છે. જે સ્થિતિની ગંભીરતા બતાવે છે.જેમાં બનાસકાંઠા જિલ્લાના 478 રસ્તા બંધ છે.
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ગુરુવારે વધુ ત્રણ વ્યકિતના મૃત્યું થયા હતા. 753 ગામોમાં અંધારપટ છવાયેલો હતો, તેમાંથી 526 ગામોમાં વીજ-પુરવઠો આવી ગયો છે. હજુ 266 ગામોમાં અંધારપટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -