બનાસકાંઠાઃ લગ્નને હજુ બે દિવસ જ થયા હતા ને યુવકને ભરખી ગયો કાળ, ત્રણના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Jan 2018 10:56 AM (IST)
1
2
3
ધાનેરાઃ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક જ પરિવારના ત્રણના મોતથી બાપલા ગામમાં માતમ છવાઇ ગયો છે. ધાનેરા પાસે ડમ્પર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં લુહાર પરિવારના ત્રણના મોત થયા છે, જેમાંથી યુવકના તો હજુ બે દિવસ પહેલા જ લગ્ન થયા હતા.
4
મળતી માહિતી પ્રમાણે જયંતિ લુહારના બે દિવસ પહેલા જ લગ્ન થયા હતા. તેમજ લગ્ન પછી તે સાસરીમાં આવ્યા હતા. અહીંથી તે પોતાના વતન પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ધાનેરા પાસે અકસ્માત થતાં ત્રણેયના કમકમાટીપૂર્ણ મોત થયા છે. તેમના મોતથી લુહાર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ પરિવાર બાપલા ગામનો છે.