ઉ. ગુજરાતના 9 પટેલ કેનેડા જવા મુસ્લિમ બની ગયા, મુસ્લિમ દેખાવા ખાસ ટ્રેઈનિંગ લીધી પણ કેનેડામાં શું થયું ? જાણો
અફઝલ તો ફરાર થઈ ગયો હતો પણ પોલીસ બિપિવ પટેલ સુધી પહોંચી ગઈ. બિપિનની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી છે કે મુંબઈના તન્વીર પરિવારના પાસપોર્ટની ઝેરોક્ષ બનાવી તે ઝેરોક્ષ મલેશિયા મોકલી નકલી પાસપોર્ટ બનાવી તેના આધારે ઉત્તરગુજરાતના 3 પરિવારને કેનેડા મોકલ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ મુંબઈના એક ભેજાબાજે એક ગુજરાતી પટેલ સાથે મળીને ઉત્તર ગુજરાતના 9 પટેલને કેનેડા જવા માટે મુસ્લિમ બનાવી દીધા હતા. પટેલો કેનેડામાં ઉતરે ત્યારે મુસ્લિમ દેખાય એટલે ખાસ તાલીમ પણ આપી હતી. આ ટ્રીક સફળ પણ થઈ અને 9 પટેલ કેનેડા પણ પહોંચી ગયા પણ વિચિત્ર રીતે કૌભાંડનો ભાંડો ફૂટી ગયો.
આ કેસમાં મુખ્ય સૂત્રધાર અફઝલ વોન્ટેડ છે અને કેનેડા પહોંચી ગયેલા 6 પટેલો પણ હજુ પકડાયા નથી પોલીસ પકડમાં આવી ગયેલા આરોપી બિપીનચંદ્ર ઉર્ફે બકો પટેલ બોગસ પાસપોર્ટ બનાવી કેટલાં લોકોને ગેરકાયદેસર રીતે કેનેડા સહિતના દેશોમાં મોકલ્યા તેની તપાસ પોલીસ કરી રહી છે.
ઘટનાની વિગત એવી છે કે થોડા સમય અગાઉ મુંબઇના તન્વીર પરિવારનાં શગુફ્તા મેમણ,અલ્લાદીન તન્વર અને અબ્દુસ આરીફ તન્વરે કેનેડા જલું હતું. તેમણે મુંબઈના જ એજન્ટ અફઝસને વિઝા મેળવવાની પ્રક્રિયા કરવા પોતાના પાસપોર્ટ આપ્યો હતો. અફઝલે અમદાવાદના બિપિન પટેલને આ અંગે જાણ કરી હતી.
અફઝલ અને બિપિન બંને ઠગે ભેગા થઈ તન્વર પરિવારના પાસપોર્ટ પર ઉત્તર ગુજરાતના 3 પટેલોના ફોટો ચોંટાડી તેમના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી કેનેડા મોકલી દીધા હતા. આ રીતે તેમણે ત્રણ મહિનામાં અન્ય 3-3 લોકોના 2 પરિવારનામળી કુલ 6 લોકોને કેનેડા મોકલ્યા હતા આમ કુલ 9 પટેલો કેનેડા પહોંચી ગયા હતા.
બિપિને એ પણ કબૂલ્યું કે કેનેડા એરપોર્ટ પર હિન્દૂ પટેલો મુસ્લિમોના પાસપોર્ટ પર જવાના હતા તેથી તેમની ઓળખ ના થઇ જાય માટે તેમને ખાસ પ્રકારે ટ્રેઇનિંગ પણ આપી હતી. પરિવાર મુસ્લિમ લાગે તે માટે ખાસ કેટલાક પગલા પણ લેવાયા હતા. બિપિને એક વ્યક્તિને મોકલવા 25 લાખ રૂપિયા વસૂલ્યા હતા.
આ કૌભાંડની ગંધ નહોતી આવી પણ ત્રીજો પરિવાર કેનેડામાં ઉતર્યો ક્યારે કેનેડાના ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વાત આવી. 3 માસમાં એ જ નામના વ્યક્તિઓ અલગ અલગ ફોટા સાથેના પાસપોર્ટ સાથે આવ્યા તેથી 3 પટેલોને પકડી લઈ 3 પાસપોર્ટ ધારકોના નામે લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવી.
દરમિયાનમાં મુંબઈનો તન્વીર પરિવાર પોતાના અસલી પાસપોર્ટ પર કેનેડા જવા દિલ્લી એરપોર્ટ પહોંચ્યો ત્યારે કેનેડાની નોટિસના આધારે તેમને રોકવામાં આવ્યા. તેમની સઘન પૂછપરછ કરવામાં આવતાં તેમની પાસેથી કબૂતરબાજ અફઝલના નામનો ખુલાસો થયો અને પોલીસને આગામી કડીઓ મળતી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -