કેનેડા જવા પટેલ યુવતી, ચૌધરી કપલે કર્યો કેવો ખેલ ? કઈ રીતે ઝડપાયાં? જાણો
અમદાવાદ: કેનેડા જવા માટે ઠગાઈનો આશરો લેનારા વિજાપુરના પામોલ ગામના દંપતી તથા મહેસાણાની પટેલ યુવતીની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેયે બીજાંના પાસપોર્ટમાં ચેડાં કરી તેમાં પોતાના ફોટા લગાવી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરદારનગર પીઆઈ વી.આર.પટેલના જણાવ્યા અનુસાર, સરદારનગર પોલીસે આ કેસમાં પાસપોર્ટ ધારાની કલમ 12 (બી) તેમજ આઈપીસી કલમ 406, 420, 467, 468, 471, 120 (બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઈમિગ્રેશન વિભાગને ત્રણેયના પાસપોર્ટમાં ચેડાં થયાં હોવાની શંકા જતા ચેક કરાયા હતા. તપાસમાં પાસપોર્ટ બીજી વ્યક્તિનો હતો અને ફોટા આ ત્રણ પેસેન્જરના હતા તેવું જણાતાં ત્રણેયની ધરપકડ કરી સરદારનગર પોલીસને હવાલે કરાયા હતા.
એરપોર્ટના અધિકારીઓએ પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે, અમદાવાદના એજન્ટ કાળુભાઈના માણસે 1 ઓક્ટોબરે રાતે 8 વાગે એરપોર્ટ સર્કલ પાસે તેમને ચેડાં કરેલા પાસપોર્ટ આપ્યા હતા. કેનેડા પહોંચ્યા પછી રૂપિયા એજન્ટને ચૂકવવાના હતા.
પામોલ ગામે રહેતા સંજય ચૌધરી (31 વર્ષ ) તેની પત્ની સંગીતા અને મહેસાણાની જલ્પા પટેલ (31 વર્ષ ) 2 ઓક્ટોબરે રાત્રે 1:30 વાગે કેનેડાની ફ્લાઈટ પકડવા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લીયરન્સ માટે પહોંચ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -