રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી શરૂ, થોડીવારમાં આવી જશે પરિણામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સાંજે રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે, ત્યારે તમામની નજર પરિણામ પર છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની જીત પાકી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલ અને ભાજપના ઉમેદવાર બળવંતસિંહ વચ્ચે ટક્કર છે. જોકે, સાંજે પાંચ વાગ્યે આ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે.
વિધાનસભાના 176 ધારાસભ્યોના મતની ગણતરી કરવાની હોવાથી એક કલાકમાં તો મતદાન સમાપ્ત થઈ જશે અને સાંજે છ વાગે તો કોણ જીત્યું તે ખબર પડી જશે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપ તરફથી અમિત શાહ, બળવંતસિંહ રાજપૂત તથા સ્મૃતિ ઈરાની મેદાનમાં છે જ્યારે કોંગ્રેસ તરફથી માત્ર અહમદ પટેલે ઉમેદવારી નોંધાવી છે. સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન વિધાનસભામાં યોજાય છે પણ ત્યાં હાલમાં રીનોવેશન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવા અને એનસીપીના ધારાસભ્ય જયંત બોસ્કીએ અહમદ પટેલને મત આપ્યો છે. જ્યારે એનસીપીના અન્ય ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યા છે. તો બેંગલુરુ લઈ જવાયેલા ધારાસભ્યોમાંથી એક સાણંદના ધારાસભ્ય કરમશી પટેલે ભાજપને મત આપ્યો છે.
મતગણતરી શરૂ થાય તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે. નોંધનીય છે કે, સાત જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાનું સામે આવ્યું છે. તો જીપીપીના ધારાસભ્ય નલિન કોટડિયાએ ભાજપને મત આપ્યો છે.
અમદાવાદઃ આજે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મતદાન યોજાયું હતું. તમામ ધારાસભ્યોએ મતદાન કરી દીધું છે. અત્યારે મતગણતરી શરૂ છે અને થોડીવારમાં પરિણામ આવી જશે. બે ધારાસભ્યોએ ચૂંટણીના નિયમનો ભંગ કર્યો હોવાથી કોંગ્રેસે તેમના મત રદ કરવાની માગણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -