✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રેશમા પટેલના અશ્લીલ ફોટા વાયરલ કરવાના કેસમાં બીજો પણ ઝડપાયો, કોર્ટમાં રજૂ કરતાં શું થયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2018 11:10 AM (IST)
1

2

3

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નાં ભૂતપૂર્વ કન્વિનર અને હાલમાં ભાજપનાં નેતા રેશમા પટેલની મોર્ફ્ડ કરેલી અશ્લિલ તસવીરો વાયરલ કરવાના કેસમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયામાં રેશમા પટેલ વિશે અભદ્ર ટિપ્પણીઓ તથા મોર્ફડ અને એડીટેડ ફોટો વાયરલ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે આ કેસમાં ઝડપાયેલા એક આરોપીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા હતા જ્યારે આજે અન્ય એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

4

નગ્ન ચિત્રોનો ઉપયોગ કરવા ઉપરાંત હાથ-પગ તોડી નાંખવાની અને જાનથી મારી નાંખવાની, બળાત્કારની ધમકીઓ આપવામાં આવે છે. રેશમા પટેલને બદનામ કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરવાનું ચાલુ રાખવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

5

ફરિયાદમાં કહ્યું હતું કે, નટવરલાલ બુટાણી, આહીર ભીમજી, હાર્દિક પટેલ, દક્ષ મોઢવાડિયા અને હાર્દિક પટેલ બહેન રેશમા પટેલ વિશે આપત્તિજનક ટિપ્પણી, ફોટા અને બિભત્સ કવિતાઓ અપલોડ કરતા રહ્યાં છે. ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ બિભત્સ લખાણો અને પાયાવિહોણી સ્ટોરીઓ ઘડી બદનામી કરવામાં આવી છે.

6

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલી હતી કે, હાર્દિક પટેલ નામની ફેસબુક પ્રોફાઈલ હાર્દિક પટેલ નામનો એન્જિનિયર ઓપરેટ કરી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, રેશમા પટેલ વિશે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે મોર્ફ્ડ ફોટા, વીડિયો અને ટિપ્પણીઓ સતત અપલોડ કરવામાં આવે છે.

7

આ કેસના અન્ય આરોપી હાર્દિકે પણ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. આજે તેના જામીન પણ મંજૂર કરવામાં આવી શકે છે. પાંચ ફેસબૂક પ્રોફાઈલ પૈકીની એક પ્રોફાઈલ પાટીદાર આંદોલનકારની હોવાની વિગતો પણ બહાર આવી હતી પણ કોઈ પગલાં નહોતાં લેવાયાં. રેશમા પટેલ વતી તેમના ભાઈ અને ઠક્કરબાપાનગરમાં રહેતા પાર્થ ઉર્ફે સન્ની ઉંજીયાએ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં નવેમ્બર 2017માં ફરિયાદ નોંધાવી હતી.

8

રેશમા પટેલ વિશે અભદ્ર લખાણ, ગાળો બોલનારા તથા મોર્ફડ અને એડીટ કરેલા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા બે શખ્સો સામે સાઇબર ક્રાઇમમાં ફરીયાદ કરી હતી. આ ફરીયાદના આધારે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચે રાજકોટથી મનીષ મનસુખભાઇ ઠુમર અને હાર્દિકની ધરપકડ કરી હતી. જેમાં ગઇકાલે કોર્ટમાં મનીષ ઠુમરના જામીન અરજી કરવામાં આવી હતી જેની કોર્ટે મંજૂરી આપી દીધી હતી.

  • હોમ
  • ગુજરાત
  • રેશમા પટેલના અશ્લીલ ફોટા વાયરલ કરવાના કેસમાં બીજો પણ ઝડપાયો, કોર્ટમાં રજૂ કરતાં શું થયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.