ગુજરાત ભાજપના ધારાસભ્યને ગઠિયા બે લાખનો ચૂનો લગાવી ગયા. જાણો કઈ રીતે કરી ઠગાઈ ?
ભીખાભાઈ પાલિતાણામાં તળેટી રોડ એસબીઆઇ બેન્કમાં ખાતુ ધરાવે છે. તેમના એટીએમના પાસવર્ડ મેળવી બે લાખ રૂપીયા ઉપાડી લેવાયા હતા. આ ઉપરાંત અમદાવાદના ઈસમના ખાતામાંથી 23 હજાર રૂપિયા કોઇ અજાણ્યા શખ્સો છેતરપિંડી કરી ઉપાડી ગયાની પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત તેમના અમદાવાદ ખાતે રહેતા સંબંધી રાજેશભાઇ જાદવભાઇ બારૈયાના આ જ શાખાના એટીએમમાંથી રૂ.23 હજાર ઉપડી ગયાની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધારાસભ્યનો એટીએમ પાસવર્ડ કઈ રીતે ગઠિયાઓ પાસે પહોંચી ગયો એ તપાસનો વિષય છે.
પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા કે જેમનું તળેટી રોડ પર આવેલ એસબીઆઇ શાખામાં સેવિંગ્સ ખાતુ ધરાવે છે. અને તેના એટીએમના પાસવર્ડ મેળવી ગત તા.28/5 થી તા.1/6 સુધીમાં કોઇ અજાણ્યા શખ્સે રૂ.2,05,000 ઉપાડી લીધાની તેમના પુત્ર અરુણભાઇ ભીખાભાઇ બારૈયાએ ફરિયાદ નોંધાવી છે.
પાલિતાણા: ઓનલાઈન બેંકિગમાં ઠગાઈના બનાવો વધતા જાય છે ત્યારે હેવ ગુજરાતના એક ધારાસભ્ય તેનો ભોગ બન્યા છે ને ગઠિયા તેમને બે લાખ રૂપિયાનો ચૂનો લગાડી ગયા છે. પાલિતાણાના ભાજપના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા આ છેતરપિંડીનો ભોગ બન્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -