સોમનાથમાં સ્વામિનારાયણ સાધુને યુવતી સાથેના અશ્લીલ ફોટા મોકલીને બે યુવકોએ શું કહ્યું ? જાણો વિગત
જે વાયરલ ન થવા દેવા હોય તો બધું પતાવવા રૂપિયા બે કરોડ આપવા પડશે. આમ સ્વામીસૂર્યપ્રકાશદાસજીના મહિલા સાથેના ફોટાને લઇને બન્ને સ્વામી પાસેથી આ શખ્સોએ રૂપિયા 2 કરોડની ખંડણી મંગાઈ હતી. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. જોકે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આ ઘટના અંગે આખરે ગુરૂકુળના અન્ય સ્વામિ ભક્તિપ્રદાસદાસજીને વાત કરતાં તેમણે પણ એવું જણાવ્યું હતું કે, મારા મોબાઈલ પર રંગપુરના પ્રતાપ કાછડીયાએ કોલ કરીને એવું જણાવ્યું હતું કે, સ્વામિ સૂર્યપ્રકાશજીના એક સ્ત્રીના ફોટા ભુરા પાસે છે.
અમરેલી: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુને બદનામ કરવાનું ષડયંત્ર કરી રૂપિયા 2 કરોડ જેવી તગડી રકમ પડાવવાનો કારસો અમરેલીમાં ઘડાયો હતો. વેરાવળ તાલુકાના સોમનાથમાં આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળમાં સેવા-પૂજા કરતાં સ્વામિ સુર્યપ્રકાશદાસજી, ગુરૂ સ્વામી હરિપ્રકાશદાસજીએ આ બારામાં અમરેલીમાં ચક્કરગઢ રોડ પર રહેતા બિપીન બોઘરા ઉર્ફે ભૂરો અને રંગપુર ગામના પ્રતાપ કાછડીયા નામના શખ્સ સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
આમ છતાં તેમણે દાદ ન દેતાં ગત તા. 21/9 ના રોજ બિપીન બોઘરાએ ફોન કરી મેં તમને ઘણાં વોટ્સએપ મેસેજ આપ્યા પણ જવાબ આપતા નથી. મારી પાસે તમારા એક છોકરી સાથેના ફોટા છે. જે વાયરલ થવા દેવા ન હોય તો રૂપિયા 60 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી. તેણે આ સાધુને અને સંપ્રદાયને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ મુળ જુનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુળના છે અને સેવા-પૂજા અને ભજન-કિર્તન ઉપરાંત વિદ્યાર્થીઓને ઉપદેશ આપે છે. આ બન્ને શખ્સોએ ગત તા. 17/6/18 ના રોજ તેમના મોબાઈલ પર વોટ્સએપ યુવતી સાથેના અશ્લીલ ફોટો મોકલીને તેમને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. એકાદ માસ પહેલા તેમના કથાના સ્થળે આવીને મેસેજ કરી રૂબરૂ મળવાનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -