કોડીનાર-ઉના રોડ પર યુવતી પર બે યુવકો ગુજાર્યો બળાત્કાર, વાંચો યુવતીની જુબાની
કોડીનગરઃ સૂત્રાપાડાના ઘામળેજ ગામની એક યુવતી પર બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે યુવતીની ફરિયાદને આધારે બંને યુવકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. બંને યુવકોએ કોડીનાર-ઉના રોડ પર આવેલી ઝાળીમાં યુવતીને લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સૂત્રાપાડાના ધામળેજ ગામની 19 વર્ષીય યુવતીને કોડીનાર લઈ જઈને બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી બંને યુવનતીને મૂકીને નાસી છૂટ્યા હતા. આ પછી યુવતી કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીના નિવેદનને આધારે પોલીસે એટ્રોસિટી, કલમ, ૩૬૩,૩૬૬, ૩૭૬ મુજબ ગુનો નોંધ્યો હતો.
આગળ જતાં જંગલી બાવળની ઝાળીઓ આવી હતી, જ્યાં યુવતીને લઈ ગયા હતા અને તેના પર બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે યુવતીની જુબાની લઈને એટ્રોસિટી, કલમ, ૩૬૩,૩૬૬, ૩૭૬ મુજબ ફરિયાદ દાખલ કરીને આરોપી અર્જુનભાઈ દીપકભાઈ અને અગ્નિશભાઈ હમીરભાઈની ધરપકડ કરી છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, પીડિતા મજૂરીકામ કરે છે. જ્યાં તે અરજણના સંપર્કમાં આવી હતી. દરમિયાન અરજણ યુવતીને કોડીનાર ફરવા જવાનું છે, તેમ કહીને બાઇક પર લઈ ગયો હતો. રસ્તામાં પેટ્રોલ પૂરુ થઈ જતાં અરજણે તેના મિત્ર અગ્નિશભાઈને બોલાવ્યો હતો અને તેઓ સાથે કોડીનારથી ખોડિયાર માતાના મંદિર ગયા હતા.
યુવતીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અરજણ નામનો યુવક તેને સમ આપીને બાજુમાં જઈને આવીએ છીએ, તેમ કહીને લઈ ગયો હતો. આ પછી અરજણ તેને કોડીનાર લઈ ગયો હતો. ત્યાં મેં અહીં કેમ લાવ્યો તેવું પૂછતાં તેણે કહ્યું કે, છાનીમાની બેસ. હું જ્યાં ઇચ્છું ત્યાં લઈ જઈશ.
આ પછી અરજણ કોડીનારથી આગળ ખોડિયાર માતાજીના મંદિર તરફ લઈ ગયો હતો. જ્યાં મારા પર પહેલા અરજણ અને પછી તેના મિત્રે બળાત્કાર ગુજાર્યો હતો. તે યુવકને હું જાણતી નથી.