ફિક્સ પગારદારોના મામલે ગુજરાત સરકારને અપાયું શું અલ્ટિમેટમ? ક્યાં સુધીનો અપાયો સમય?
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોની નોકરીનો સમયગાળો 1998થી સળંગ ગણવાની બાંયધરી આપી હતી પરંતુ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને 2 જુલાઇ 1999થી સહાયકની નોકરીનો સમયગાળો સળંગ ગણવામાં આવતો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત સૌથી મહત્વની એવી આચાર્યની 1300, શિક્ષકોની 7 હજાર અને જૂના શિક્ષકોની 1 હજાર અને રાજીનામા કે નિવૃત્તિથી ગ્રંથપાલની ખાલી પડેલી 400 જગ્યા તાકીદે ભરવાની માંગણી કરવામાં આવી છે. આ માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમો આપવાની જાહેરાત સંકલન સમિતી દ્વારા કરાઈ છે.
શિક્ષક દિનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શિક્ષકોને સાતમુ પગારપંચ અને ફીક્સ પગાર વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ગ્રાન્ટેડ શાળાના ફિક્સ પગારદાર કર્મચારીઓને હજુ પગાર વધારો અપાયો નથી. આ જાહેરાતને 7 મહિના થઈ ગયા હોવા છતાં હજુ વધારો મળ્યો નથી.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાના ફિક્સ પગારદારોને પગારવધારાનો લાભ હજુ અપાયો નથી અને સાતમા પગાર પંચનો અમલ પણ કરાયો નથી. આ મામલે ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટે ચૂંટણી સુધીનો સમય આપવામાં આવ્યો છે.
સમિતી દ્વારા અલ્ટિમેટમ અપાયું છે કે, જો ચૂંટણી સુધીમાં આ પ્રશ્નો ઉકેલવામાં ન આવે તો મંડળો દ્વારા વિવિધ ઉગ્ર કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા શિક્ષકોને મળતા વિવિધ લાભો તાકીદે આપી દેવાની જાહેરાત કરવામાં આવતી રહે છે પરંતુ તેનો ખરેખર કોઇ અમલ થતો નથી. જેના કારણે આ અલ્ટિમેટમ અપાયું છે.
આ ઉપરાંત એલાઉન્સ આપવા, મોંઘવારી આધારિત ગ્રાન્ટ નીતિ નક્કી કરવા, વર્ગવાર વિદ્યાર્થીઓની સંખ્યા 40 કરવી, સરાસરી હાજરી શહેરમાં 35 અને ગ્રામ્ય વિસ્તારમાં 23 કરવી, ધોરણ 9 અને 10ની એક વર્ગની શાળાઓમાં એક આચાર્ય અને ત્રણ શિક્ષક આપવા જેવા પ્રશ્નો અંગે પણ સરકારે કશું કર્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -