✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત ભાજપના યુવા નેતાનો હસ્તમૈથુન કરતો વીડિયો વાયરલ, જાણો ભાજપે શું કર્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2017 10:00 AM (IST)
1

ગંભીરસિંહ ગોહીલ થોડા વખત પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને આવતાં વેંત તેમણે આ હરકત કરતાં પ્રદેશ ભાજપના નેતા નારાજ થઈ ગયા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું આ વીડિયો અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું ને તેમની સૂચનાના આધારે પ્રદેશ ભાજપ દ્વારા આ નિર્ણય લેવાયો છે એવું મનાય છે.

2

આ વીડિયો ક્લિપ ઉના સરકારી હોસ્પિટલના ક્વાર્ટરના બાખરૂમમાં ઉતારવામાં આવ્યો છે, તેવું ગંભીરસિંહ ગોહીલે જણાવ્યું છે. તેમણે લૂલો બચાવ કરતાં કહ્યું કે, કોંગ્રેસના અરજણ મજેઠીયાએ આ વીડિયો ઉતાર્યો હતો અને તે 10 મહિના જૂનો છે. અરજણ મજેઠીયાએ પોતે આવો કોઈ પણ વીડિયો ઉતાર્યો હોવાનો ઈનકાર કરી દીધો છે.

3

ભાજપના એક નેતાએ જણાવ્યું કે, ભાજપ ગંભીરસિંહ ગોહિલનો બચાવ કરી શકે તેમ નથી. શરમથી માથું નમી જાય એવો હસ્તમૈથુન કરતો વીડિયો મોબાઈલમાં જાતે જ ઉતાર્યો હોય તેમ દેખાય . સાથે આ વીડિયોમાં ફિલ્મના ગીતો પણ મુકવામાં આવ્યા છે તે જોતાં કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળી શકાય તેમ નથી.

4

આ ઉપરાંત ગંભીરસિંહ ગોહિલના નામના ભાજપે બેનર લગાવેલા હતા તે પણ ઉતારી લેવા પડ્યા છે. આ નેતાએ પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો અને વોટ્સએપ પર ચાર પાનાનો પત્ર લખીને બધો દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળી દીધો હતો. ભાજપના નેતાઓ કહે છે કે, આ શરમજનક વીડિયો છે તે જોતાં કોઈને દોષ ના દઈ શકાય.

5

ઉના તાલુકા યુવા ભાજપ પ્રમુખ ગંભીરસિંહ ગોહિલનો હસ્તમૌથુન કરતો અશ્લીલ વીડિયો વોટ્સએપ પર વાઈરલ થતાં ભારે ચકચાર મચી હતી અને ભાજપના માથે માછલાં ધોવાવા માંડ્યાં હતાં. આ મામલો પ્રદેશ સંગઠનમાં પહોંચતાં તેમને હોદ્દા પરથી દૂર કરી દેવાયા છે. તેમને ભાજપના સભ્ય પદેથી દૂર કરી દેવામાં આવ્યા છે.

6

અમદાવાદઃ ભાજપના યુવા નેતા ગંભીરસિંહ ગોહિલનો હસ્તમૈથુન કરતા હોય તેવો અશ્લીલ વીડિયો વાયરલ થઈ જતાં ભાજપ ભારે શરમજનક સ્થિતીમાં મૂકાયો છે. ભાજપે ગંભીરસિંહ ગોહિલને પક્ષમાંથી દૂર કરી દીધા છે અને એ રીતે પોતાના કાર્યકરોને એક મેસેજ આપવા પ્રયત્ન કર્યો છે કે, આવી હરકતો ચલાવી નહીં લેવાય.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત ભાજપના યુવા નેતાનો હસ્તમૈથુન કરતો વીડિયો વાયરલ, જાણો ભાજપે શું કર્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.