ભાજપના ઉંઝાના ધારાસભ્ય નારણભાઈ પટેલે હાર્દિક પટેલને આપ્યો ક્યો મોટો ઝટકો?
પાટીદાર આંદોલન ધમધમતું કરવા માટે પાસ દ્વારા નવેસરથી પ્રયાસ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ઉમિયાધામ ખાતે યોજાનારા સંમેલન ઉપરાંત 26 ઓગસ્ટે પાટણમાં પણ વિરાટ સંમેલન યોજવાની જાહેરાત હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ પાસના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, શનિવારે પાસનું મોટું ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન માટે ઉમિયા ધામ ઊંઝા અને ઉમિયા ધામ સોલા તરફથી જગ્યા માટે મંજૂરી આપવામાં આવી છે. આ માટે રાજયભરમાંથી પાટીદાર કાર્યકરોને સંમેલનમાં આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
નારણભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ‘એસજી હાઇવે પર આવેલા ઉમિયા ધામ કેમ્પસ ખાતે સંમેલનને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ‘ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન’ તેવો શબ્દ પાસ દ્વારા વાપરવામાં આવ્યો જે સંસ્થાનના સામાજિક પ્રકારના કાર્યક્રમોની વિરુદ્ધ છે તેથી અગાઉ જે મંજૂરી અપાઈ હતી તે રદ કરી નાખવામાં આવે છે.’
અગાઉ ઉમિયાધામ દ્વારા આ કાર્યક્રમ માટે લેખિતમાં મંજૂરી આપવામાં આવી હોવાનો પત્ર પાસને મોકલવામાં આવ્યો હતો. તેના કારણે પાસ દ્વારા સંમેલનની તૈયારીઓ શરૂ કરાઈ હતી. હવે મંજૂરી રદ કરી નાખવામાં આવતા પાસ અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓના મોવડીઓ વચ્ચે ફરી એક ઘર્ષણની શકયતાઓ ઉભી થવા પામી છે.
પાસના કન્વિનર હાર્દિક પટેલે આ સંમેલન યોજવાની જાહેરાત કરીને મંજૂરી માગી હતી. ઉમિયાધામ દ્વારા તેને મંજૂરી અપાઈ હતી પણ પછીથી ભાજપ સરકારના દબાણથી મંજૂરી રદ કરી નાંખવામાં આવી હોવાનું મનાય છે. ઉમિયા ધામ ઊંઝા સંસ્થાનના ટ્રસ્ટી તરીકે ભાજપના સિનિયર ધારાસભ્ય નારણભાઇ પટેલ છે.
’અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા 5 ઓગસ્ટે અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે સંમેલન યોજાવાની જાહેરાત કરાઈ હતી પરંતુ ઊંઝા ઉમિયા ધામ સંસ્થાનના કર્તાહર્તા અને ભાજપના ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલે પાસને અપાયેલી મંજૂરી રદ કરી નાંખી હાર્દિક પટેલને મોટો ઝાટકો આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -