ઉનાકાંડનો પીડિત દલિત પરિવાર કેમ બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે ? જાણો વિગત
ઉનાઃ જુલાઈ 2016માં ઉનાના સમઢીયાળા ગામે મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવાર પર એકાએક ગૌરક્ષકો તૂટી પડ્યા હતા. જે બાદ તેમને નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થયા દેશભરમાં દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત સરકાર પણ હરકતમાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેનું આયોજન અમે લાંબા સમયથી કરતા હતા. 29 માર્ચે મોટા સમઢીયાળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હિન્દુ ધર્મનો ત્યાગ કરવા અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની જાણ અમે ગીર સોમનાથ જિલ્લા કલેકટરને આવેદન મારફતે કરીશું.
જેના કારણે બાબા સાહેબ આંબેડકરની જેમ અમારા પરિવાર અને અમારા ગામના દલિતોની સાથોસાથ દેશભરના હજારો દલિતો અમારી સાથે 29 માર્ચે બુદ્ધ પૂર્ણિમાના દિવસે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીશું.
ઉના દલિત પરિવાર પર થયેલા અત્યાચારને લઇને પીડિત અને બાલુભાઈના પુત્ર વશરામે જણાવ્યું હતું કે, ઉનાકાંડ બાદ પણ દલિતો પર અત્યાચાર થવાનું અટક્યું નથી દલિતોને હિન્દુ માનવામાં આવતા નથી. એટલું જ નહીં ગુજરાત સરકારે તેમને કોઈ જ જાતની મદદ કરી નથી.
પરંતુ દોઢ વર્ષ બાદ ઉનાના મોટા સમઢિયાળાનો પીડિત દલિત પરિવાર ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. પીડિત પરિવારે હિન્દુ ધર્મનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા તરફ આગળ વધી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -