વલસાડ લવજેહાદઃ વિધર્મી યુવક સાથે લગ્ન કરવા પ્રિયાએ રાખ્યું હતું મુસ્લિમ નામ, જાણો શું રાખ્યું હતું નામ?
લગ્ન બાદ પણ પ્રિયા સલમાન સાથે વાત કરતી હતી. આ અંગે પતિ પ્રશાંતને જાણ થતા તેણે સલમાનને વારંવાર ફોન કરીને સમજાવ્યો હતો પરંતુ તેમ છતાં પ્રિયા સલમાનને ભૂલવા તૈયાર નહોતી અને સતત તેના સંપર્કમાં રહેતી હતી. દરમિયાન પ્રિયાએ તેના પતિના ઘરેના કબાટમાં મૂકેલા 98 લાખ રૂપિયા ચોરી પ્રેમી સાથે દુબઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્લેનમાં બેસે તે પહેલાં જ બંને પકડાઈ ગયા હતા.
પ્રિયા અને સલમાનના લગ્નને કારણે ખૂબ હોબાળો થયો હતો. પ્રિયાના પરિવારજનોએ સલમાનને દમણ ખાતે બોલાવી સમાધાનના ભાગરૂપે ઈસ્લામના નિયમ મુજબ પ્રિયા સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ પ્રિયાના લગ્ન વલસાડના પ્રશાંત સાથે ધામધૂમથી કરી દેવામાં આવ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે, મુંબઇની કોલેજમાં અભ્યાસ કરતી પ્રિયા હાઇપ્રોફાઇલ લાઇફ સ્ટાઇલ ધરાવતી હતી. દરમિયાન તેની મુલાકાત સલમાન શેખ સાથે થઇ હતી. બાદમાં તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને બંન્નેએ લગ્ન કરી લીધા હતા.
વલસાડઃ વિધર્મી યુવક સાથે ભાગી જનારી વલસાડની કચ્છી પરિણીતાને લઇને દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પરિણીતાએ સલમાન સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે પરિણીતાએ પોતાનું નામ સલિના રાખ્યું હતું. તે સિવાય સલમાનને લઇને પણ ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સલમાન ઇરાન અને ઇરાકનો પ્રવાસ કરી ચૂક્યો છે અને આ માટે તેના સંબંધીઓએ તેને પૈસા આપ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, સલમાને કચ્છી પરિણીતા પ્રિયા સાથે 3 વર્ષ અગાઉ નિકાહ કર્યા હતા. નિકાહ દરમિયાન પરણિતાએ સલિના નામ રાખ્યું હતું. જોકે, માતા-પિતા સહિતના પરિવાજનોની સમજાવટ બાદ 3 મહિના બાદ પ્રિયાએ સલમાન સાથે ડિવોર્સ લઇ લીધા હતા.
મળતી વિગતો અનુસાર, થોડા દિવસો અગાઉ વાપીની કચ્છી પરિણીતા અને વિધર્મી યુવક સલમાન શેખ મુંબઈ એરપોર્ટથી દુબઈ ભાગે તે પહેલાં ઝડપાઇ ગયા હતા. ત્યારબાદ પરિણીતાના પતિએ 98 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ આધારે પરિણીતા અને વિધર્મી યુવકની ધરપકડ કરી હતી. પોલીસે વિધર્મી યુવકના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી.