વલસાડઃ યુવતીને રીક્ષાચાલક સાથે બંધાયા સંબંધ, પતિને પડી ગઈ ખબર ને સાથે જવા લાગ્યો? પછી શું થયું?
પતિ રીક્ષામાં સાથે આવતો હોવાથી શોભના અને અજીતના આડાસંબંધમાં નડતર રૂપ હતો. સોમવારે હત્યા સ્થળેથી ચીસોનો અવાજ સંભળાતા જોવા ગયેલા સ્થાનિકોને શોભનાએ ઘરની મેટર છે એમ કહેતા કેટલાક લોકો ત્યાંથી નિકળી ગયા હતા બાદમાં પ્રેમી સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૃતકના 80 વર્ષિય પિતા રામાભાઈ પટેલે FIRમાં જણાવ્યું કે, મારા દીકરા ચંપકે સવારે 6 વાગે આવી મને કહ્યું કે, નાનાભાઈ જયસુખને ભાભી શોભના અને રીક્ષાવાળો અજીત માર મારી રહ્યા છે. જેથી અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર જતાં જયસુખ મળ્યો નહોતો. બાદમાં આજુબાજુ તપાસ કરતા મારા દીકરાની લાશ લોહી લથપથ ખેતરમાંથી મળી આવી હતી.
જયસુખને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગભરાયેલો અજીત ફરાર થઈ ગયો હતો. જોકે શોભના પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસ સમક્ષ શોભનાએ પોતે તેના પતિ જયસુખની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. શોભનાને સંતાનમાં એક દિકરો વત્સલ જે ધો. 8માં ભણે છે, જ્યારે દિકરી વંશી ધો. 5માં અભ્યાસ કરે છે. શોભનાએ આ બંને માસુમની ચિંતા કર્યા વગર જ પ્રેમાંધ બની આ હિંચકારૂ કૃત્ય કરતાં જેલની ભેગી થઈ છે.
આ પ્રેમસંબંધ અંગે પતિ જયસુખને થતાં આ મુદ્દે ઝઘડો થતો હતો. આ પછી જયસુખ પણ પત્નીને રીક્ષામાં બેસી થોડે સુધી મુકવા જતો હતો. આમ, ગત સોમવારે નિત્યક્રમ મુજબ શોભના સવારે 6 કલાકે નોકરી જવા નિકળી ત્યારે તેની સાથે તેનો પતિ જયસુખ પણ રીક્ષામાં બેઠો હતો.
વલસાડ: ધરમપુર રોડ પર આવેલા ફલધરા ગામે રહેતી પરિણીતાને કામ માટે રોજ અપડાઉન દરમિયાન રીક્ષા ચાલક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેની જાણ પતિને થઈ જતાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના પોલીસ પાસે પહોંચતા પોલીસે પત્નીને પકડી પાડી છે.
ફલધરાથી થોડે દૂર ગયા બાદ રસ્તામાં શોભનાએ રીક્ષામાં જ તેના જયસુખની આંખમાં મરચાની ભૂકી નાંખી દીધી હતી અને આ પછી હથિયાર વડે માથામાં અને કાનના ભાગે ઘા કરતા જયસુખનું મોત નીપજ્યું હતું. આ પછી લાશને રસ્તામાં જ ફેંકીને અજીત ફરાર થયો હતો. જ્યારે શોભના ઘરે પહોંચતા પોલીસે ઝડપી લીધી હતી.
મળતી વિગતો પ્રમાણે વલસાડ ધરમપુર રોડ પર ફલધરા ગામે કુંભાર ફળિયામાં શોભના ધોડિયા પટેલ પતિ જયસુખ રામાભાઈ, પુત્ર વત્સલ અને પુત્ર વંશી સાથે રહેતી હતી. જયસુખ ખેતીકામ અને શોભના રેમન્ડ કંપનીમાં કામ કરતી હતી. શોભના રોજ પારડીના નેવરી ગામમાં રહેતા રિક્ષાચાલક અજીતની રિક્ષામાં અવરજવર કરતી હોવાથી બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -