અમરેલી: સગાઈ બાદ ઘરમાં યુવક-યુવતી એકાંતમાં બેઠા હતા ને પછી યુવકની પટારામાંથી મળી લાશ, જાણો વિગત
ઘટના સ્થળે જ્યારે લોકોનું ધ્યાન ગયું ત્યારે યુવકની લાશ ઘરમાં પટારામાં બહારની તરફ પગ લટકતી હાલતમાં મળી આવી હતી. જ્યારે યુવતીની લાશ ઘરના ફળિયામાં પડી હોવાનું જાણવા મળ્યું હતું. યુવક અને યુવતીને હત્યારાએ તિક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા મારીને હત્યા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોડી રાત સુધી હત્યારા અંગે કોઈ જાણ મળી નહોતી. મૃતકના પિતા ઉકાભાઇ છગનભાઈ કલાણીયાએ મોડેથી આ અંગે લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ મેળવવા પણ તજવીજ હાથ ધરાઈ હતી. જીલ્લા પોલીસ વડા જગદીશ પટેલ પણ અહીં દોડી આવ્યા હતાં.
બેવડી હત્યાની જાણ થતાં ગામમાં અને લગ્નમાં અફડા-તફડી મચી ગઈ હતી. તાબડતોબ લીલીયા પોલીસને જાણ કરાઇ હતી અને બંનેની લાશને લીલીયા દવાખાને ખસેડાઈ હતી. સ્થાનિક પીએસઆઇ જાડેજા ડીવાયએસપી દેસાઈ ઉપરાંત એલસીબી અને એસઓજીનો સ્ટાફ અહીં દોડી ગયો હતો.
જ્યાં તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યા કોણે કરી અને શા માટે કરી તે સ્પષ્ટ થયું નથી, પરંતુ જ્યારે લોકોનું ધ્યાન આ દિશામાં ગયું ત્યારે બંનેની લાશ લોહીથી લથબથ હાલતમાં પડેલી હતી.
મૃતક રાજુ ઉકાભાઈ અને રંજન મુળુભાઈની થોડા સમય પહેલાં જ સગાઈ કરવામાં આવી હતી. રાજુ તેના એક સંબંધીની જાનમાં કુતાણા ગામે આવ્યો હતો અને ગામના કાશીબેન વલ્લભભાઈનું મકાન બંધ હોય બંને ત્યાં મળવા માટે ગયા હતા. જ્યાં બંન્ને એકાંતમાં બેઠા હતા.
અમરેલી: લીલીયા તાલુકાના કુતાણામાં સાંજે એક બંધ મકાનમાં એકાંતમાં મળી રહેલા યુવક અને યુવતીની કોઈએ છરીના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. બન્નેની સગાઈ થઈ ગઈ હતી અને ગાધકડાનો યુવક એક જાનમાં કુતાણા આવ્યો હતો. બંધ મકાનમાં લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ પટારામાંથી અને યુવતીની લાશ ફળિયામાંથી મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
યુવક અને યુવતીની આઠ મહીના પહેલા સગાઈ થઈ ગઈ હતી તે યુવક-યુવતીની ઘાતકી હત્યાની આ ઘટના લીલીયા તાલુકાના કુતાણા ગામે સાંજે પાંચ વાગ્યાના આસપાસ બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના રાજુ ઉકાભાઇ કલાણીયા અને લીલીયા તાલુકાના કુતાણા ગામની રંજન મુળુભાઈ સાથળિયાની સાંજે ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -