હિન્દુ ધર્મ છોડીને આ ધર્મ અપનાવશે ઉના કાંડના પીડિતો
આ અંગે સરકારે દેખીતી રીતે શુષ્ક વલણ દાખવ્યુ છે. વશરામ કહે છે, “એ સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમને જમીન અને નોકરી આપવાનું વચન આપ્યું હતુ પરંતુ તેમણે એકપણ વચન પૂરુ નથી કર્યું. અમને મૃત ઢોરની ચામડું ઉતારવાનું કામ કરતા રોકવામાં આવ્યા હોવાથી 12 જણાનો પરિવાર ચલાવવા માટે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ મામલે અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઈશ્વર પરમાર જણાવ્યું, “મને ઉનાકાંડ પીડિતોના હિન્દુ ધર્મ છોડવાના નિર્ણય અંગે જાણ નથી. પરંતુ હું માનુ છું કે હવે છૂત-અછૂતના ભેદ નથી રહ્યા. હું દક્ષિણ ગુજરાતનો છું અને ત્યાં મારા ધ્યાનમાં આવો એકપણ કિસ્સો નથી આવ્યો. પરંતુ હું ટૂંક જ સમયમાં આખા રાજ્યમાં પ્રવાસ કરીશ અને આ પ્રથા હજુ પણ યથાવત્ છે કે નહિ તે અંગે તપાસ કરીશ. ઉનાકાંડના પીડિતોને વળતર આપવાની વાત છે તો હું આ મુદ્દો કેબિનેટમાં ઊઠાવીશ.”
ઉલ્લેખનીય છે કે વશરામ, તેના ભાઈ રમેશ, બેચર અને અશોકને ગૌરક્ષકોએ ગયા વર્ષે 11 જુલાઈના રોજ અર્ધનગ્ન અવસ્થામાં જાહેરમાં ફટકાર્યા હતા. રમેશના પિતા બાલુએ ગૌરક્ષકોને રોકવાની કોશિશ કરી તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હિન્દુ ધર્મમાં પ્રવર્તતા જાતિવાદ સામે આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
બાબાસાહેબ આંબેડકરે પણ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. તેમણે કહ્યું કે તે ભલે હિન્દુ તરીકે જન્મ્યા પરંતુ મૃત્યુ હિન્દુ તરીકે નહિં પામે. 28 વર્ષના વશરામ અત્યારે ખેતી અને બે ગાયને ઉછેરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 14 એપ્રિલે બૌદ્ધ ધર્મ અપનાવી તેઓ હિન્દુ ધર્મમાં પ્રવર્તતા જાતિવાદને અસરકારક સંદેશ આપવા માંગે છે.
મોટા સમઢળિયા ગામના વશરામ સરવૈયા જણાવે છે કે તેમના પરિવારના એક ડઝન જેટલા લોકોએ હિન્દુ ધર્મ છોડવાનો નિર્ણય કર્યો છે. આ ધર્મમાં જાતિવાદને કારણે તે માનભેર જીવન જીવી નથી શકતા. તે જણાવે છે, “મૃત ઢોરના ચામડા ઉતારવાના અમારા પેઢીઓ જૂના વ્યવસાય માટે અમારા પર જે જુલમ અને અત્યાચાર કરવામાં આવ્યા તેને કારણે અમને હિન્દુ ધર્મ છોડી દેવાનો વિચાર આવ્યો. હવે અમારો પરિવાર એ વાત માની ગયો છે કે અમે બૌદ્ધ ધર્મ જ અપનાવી લઈએ જેમાં જાતિના આધારે કોઈ ઊંચનીચના ભેદભાવ કરવામાં નથી આવતા.”
નવી દિલ્હીઃ ચકચારી ઉના કાંડને દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે આ ઘટનામાં પીડિત સરવૈયા પરિવારે હિન્દુ ધર્મ છોડવાનો નિર્ણય કર્યો છે. સરવૈયા પરિવાર બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિ ૧૪ એપ્રિલના રોજ બુદ્ઘ કનિદૈ લાકિઅ ધર્મ અપનાવી લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -