‘ભાજપ અને કોંગ્રેસના કોઈ પણ પક્ષ હોય કોઈ મારા માસીના દિકરા નથી’, હાર્દિક પટેલે બીજું શું કહ્યું, જાણો વિગતે
બંધારણના નિયમ મૂજબ સરકારની જવાબદારી છે, કે જનતાના આરોગ્ય અને તેની સ્વાસ્થ્ય તથા રોજગારીનો ખ્યાલ રાખવાનો છે. આંદોલન ધીમે ધીમે ચાલ્યું અને વેગ પકડ્યા બધા સમાજે સાથ આપ્યો અને આપણે ભાજપ સામે લડી રહ્યા છે, કે અંગ્રેજો સામે એ આપણે નક્કી કરાવાનું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુનાગઢ: જુનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે સભા યોજી હતી. ચૂંટણીને લઈને કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જ્યારે મત લેવાની વારી આવે છે. ત્યારે ઉમેદવારો અને પક્ષના લોકો ચવાણાથી મત ખરીદવા માંગે છે. આ સરકાર અમને ખેતી કરવાની પદ્ધતિ શિખવાડવા નિકળ્યાં છે, એમને કહી દઈએ કે અમે ખેડૂત પુત્ર છીએ અમને ખેતી કરતા આવડે છે. પાટીદારો ખેડૂત છે અને ખેતીના ભાવ સરકાર નક્કી કરશે. કોઈ પણ સ્ટેટ એવું નથી જ્યાં એક જ સરકાર 25 વર્ષથી રાજ કરતી નથી.
અમિત શાહ જેવા ગુડ્ડા અને નરેન્દ્ર મોદી જેવા ફેકુંની ભાજપમાં પાટીદારો નથી જોડાયા પાટીદારો તો કેશુભાઈની ભાજપમાં જોડાયા હતા. શિક્ષિત હોવા છતાં સરકારી નોકરી ન મળે અને રોજગારી ન મળે આ તો સરકારની જવાબદારી છે.
કેશુભાઈની સરકારમાં ગુજરાતનું દેવું 36 હજાર કરોડ હતું અને આ સરકારમાં ભાજપનું દેવું 4 લાખ કરોડ છે. જો સરકાર ચેન્જ કરશો તો વિપક્ષવાળાને લાગશે એટલે કે આ જનતા ગમે ત્યારે સરકાર બદલી શકશે અને તેની બીકમાં જ જનતાના કામ કરશે.
કોંગ્રેસ પણ પોતાની વાત એટલા માટે મજબૂતાઇથી નથી રાખી શકતી કારણ કે તેમને પાટીદારો પર વિશ્વાસ નથી. મારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હું મારા બાપના પૈસાથી લાવ્યો છું, સરકારે મને કોઈ ચેક આપ્યો નથી.
અમદાવાદમાં સિવિલ અને વી.એસ એમ બે જ હોસ્પીટલ સરકારી છે. ત્યાર બાદ કોઇ પણ હોસ્પિટલ સરકારી બની નથી. ગાંધીનગરમાં ગુડ્ડાઓ છે અને પૈસા બનાવવા માટે સત્તા પર બેઠા છે. ભષ્ટ્રાચાર કરી રહ્યા છે. ભાજપવાળા દારૂનો ધંધો કરી રહ્યા છે. ભાજપ સામે વિરોધ તો કરવો જોઈએ અને ન કરીએ તો મુંગા અને કરીએ તો દેશદ્રોહી બનીશું.
ભાજપ અને કોંગ્રેસના કોઈ પણ પક્ષ હોય કોઈ મારા માસીના દિકરા નથી. વિકાસ ગાંડો નથી થયો વિકાસ નોતો જન્મ જ નથી લીધો. જ્યારે ગેસના બાટલાનો ભાવ વધ્યા હતા ત્યારે સ્મૃતિ ઇરાની ગેસનો બાટલો લઈને રોડ પર આવ્યા હતા, અને અત્યારે ક્યાં ગયા. ભાજપના નેતાઓ છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં 60 વખત આવ્યા આને રાહુલ ગાંધી અને હાર્દિક જ્યારે સભાઓ કરે છે. ત્યારે એમ કહે છે, કે રાજકારણ કરી રહ્યા છે. તો ભાજપવાળા ગુજરાતમાં ખેતરમાં ખાતર નાખવા આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -