વલસાડઃ બોર્ડની પરીક્ષામાં શિક્ષકો કરાવતા હતા ચોરી, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Mar 2018 04:30 PM (IST)
1
2
3
4
5
6
7
અમદાવાદઃ ગુજરાત બોર્ડની પરીક્ષામાં બિહારવાળી થતી હોવાની સાબિતી આપતો એક વીડિયો વાયરલ થયો છે. વલસાડના કપરાડા સ્કૂલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં ચોરી થતી હોવાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સ્કૂલમાં શિક્ષકો જ કાપલી આપીને વિદ્યાર્થીઓને ચોરી કરાવતા દેખાઇ રહ્યા છે.
8
વીડિયોમાં જોઇ શકાય છે કે સાર્વજનિક શાળામાં સ્ટાફના વ્યક્તિઓ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરાવતા જોવા મળી રહ્યા છે. ધોરણ 10ની પરીક્ષામાં વર્ગખંડ઼માં સ્ટાફના લોકો કોપી મોકલાવી રહ્યા છે. સ્કૂલના અલગ અલગ વ્યક્તિઓ વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યા છે. સ્કૂલની એક મહિલા વિદ્યાર્થીઓના પ્રશ્નોનાા જવાબ આપી લખાવી રહી છે.