ભાજપનાં સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાની તબિયત લથડતા હોસ્પિટલાઈઝ્ડ કરાયા
સૌરાષ્ટ્રના પટેલ સમાજના અડીખમ અને અણનમ નેતા તરીકે વિઠ્ઠલ રાદડિયાની ગણના થાય છે. ભાજપમાં હોય કે કોંગ્રેસમાં, તેમને પરાજીત કરવા અસક્ય હોવાનું સાબીત થયું છે. દેખીતી રીતે જ તેમને કેન્સર હોવાનું ખુલતાં સમર્થકોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી પરંતુ હવે સૌએ રાહત અનુભવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી વિગતો અનુસાર ત્રણ દિવસ પહેલા વિઠ્ઠલભાઈને પગમાં ખાલી ચડી જતા તેમને શહેરમાં આવેલી ડો. કોટડિયાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પગમાં તકલીફ થયાના સમાચાર વાયુવેગે ફેલાતા જેતપુર ધોરાજીના ભાજપના કાર્યકરો અને રાદડિયાના સ્વજનોએ હોસ્પિટલ દોડી જઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં તેમને અમદાવાદ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદઃ પોરબંદરથી ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાને બન્ને પગમાં ખાલી ચડ્યાની તકલીફ થતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આ પહેલા પણ બીમારી સાથે લડી ચૂક્યાં છે. તેમને કેન્સર થતાં વર્ષ 2015માં અમેરિકા જઈને સારવાર કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -