હાર્દિક પટેલ સામેના ક્યા કેસ પર હાઈકોર્ટે આપ્યો સ્ટે?
કેસની વિગત એવી છે કે, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિત અન્યો સામે નરેન્દ્ર પટેલે ફરિયાદ કરી હતી. જેમાં તેમની સામે લૂંટ સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે પાટણમાં થયેલી ફરિયાદને રદ્ કરવા માટે થયેલી રિટમાં હાઇકોર્ટે તપાસ સામે સ્ટે આપી સરકાર સહિત અન્યોને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. આ કેસમાં નરેન્દ્ર પટેલ દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરતાં જસ્ટીસ એજે દેસાઈ દ્વારા આ કેસમાં તપાસ સામે સ્ટે આપવામાં આવ્યો.
જે કેસમાં પોલીસે હાર્દિક પટેલની આણંદથી અને દિનેશની રાજકોટથી ધરપકડ કરી હતી. પોલીસે કેસમાં તેમને 10 દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા અને જરૂરી માહિતી મેળવવા પૂછપરછ કરી હતી.
દરમિયાન કેસમાં નરેન્દ્ર પટેલે હાઇકોર્ટ સમક્ષ એફિડેવિટ સાથે રજૂઆત કરી હતી કે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સમાધાન થયું હોવાથી હવે બાબતે તેમને કોઇ વાંધો નથી.
જેથી કેસમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા માટે આદેશ આપ્યો હતો અને કેસની વધુ સુનાવણીને આગામી નવેમ્બર મહિનામાં મુલતવી રાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -