પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પરજ મતદાનમાં ઘટાડો નોંધાયો
ઉપરાંત હાલમાં ધાનેરા, દિયોદર, મોડાસામાં 6-6 ટકા અને માણસા, મહેસાણા, બહુચરાજી, વિજાપુરમાં 5-5 ટકા મતદાન ઘટ્યું છે, જ્યારે કાંકરેજમાં 4 ટકા અને વાવ, ઊંઝા બેઠક પર 1-1 ટકા મતદાન ઘટ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2012ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં 75 ટકા મતદાન થયું હતું જે ઘટીને આ વખતે 69.70 ટકાએ આવીને અટક્યું છે. 53 વિધાનસભામાં અમદાવાદની 21 બેઠકોને બાદ કરતાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાં બાયડ અને સિદ્ધપુર બેઠકો પર મતદાન ઘટાડાની એકસરખી પેટર્ન જોવા મળી છે. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા અને સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂતે રાજીનામા આપ્યા ચૂક્યા છે.
અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાતમાંથી સૌથી વધુ પાટીદારો મતદારો ધરાવતી 21 બેઠકો પર મતદાન ઘટ્યું છે, જેમાં પાલનપુર, ચાણાસ્મા, ઊંઝા, વિસનગર, બહુચરાજી, મહેસાણા, કલોલ, ગાંધીનગર ઉત્તર, માણસા, વિરમગામ, દસ્ક્રોઇ અને અમદાવાદ શહેરની 10 બેઠકોનો સમાવેશ થાય છે, જ્યાં મતદાન ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે.
અમદાવાદઃ બીજા તબક્કા બાદ આવેલા વિવિધ એજન્સીઓના એક્ઝિટ પૉલમાં ભાજપને ફરીથી સત્તા મળતી હોવાનું દેખાઇ રહ્યું છે, ભાજપને 107થી 117 સુધી બેઠકો મળવાની વાત સામે આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપ સામે જબરદસ્ત બાથ ભીડનાર પાટીદાર સમાજનું મતદાન ઘટ્યું હોવાનું બહાર આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -