✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપલ શર્મા જેલમાં જતાં બે બાળકો નોંધારાં, બંને બાળકોની સંભાળ લેવા સરકારે કરી શું વ્યવસ્થા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2018 10:48 AM (IST)
1

રૂપલના પિતા એસઆરપીમાં પીએસઆઈ હતા. અગાઉ જ તેના પિતાનું અવસાન થયું હતું. જ્યારે માતા નડિયાદમાં રહે છે અને ભાઈ રેલવે પોલીસમાં નોકરી કરે છે તેવું જાણવા મળ્યું છે.

2

રૂપલના થોડાક વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલ તે પોતાના બન્ને બાળકો સાથે ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી હતી. જોકે, હવે આ બાળકોનું શું કરવું તે બાબત પોલીસ માટે હાલ વિમાસણરૂપ બની ચૂકી હતી. જોકે, એક બાબત સ્પષ્ટ છે કે, રૂપલે બે બાળકોના નિર્વાહ માટે એલઆરડી પરીક્ષાનું પેપર લીક કર્યું હતું.

3

શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્માની ધરપકડ થતાં તેના બે બાળકો નોંધારા બન્યા છે. રૂપલના પિતાનું અગાઉ અવસાન થયું હતું. જ્યારે પતિ સાથે તેણે છૂટાછેડા લીધેલા છે. આ સિવાય રૂપલના અન્ય કોઈ સગા અહીં ન હોવાથી હોસ્ટેલમાં જ રહેતા તેના પુત્ર અને પુત્રીની સંભાલ માટે મહિલા કોસ્ટેબલની નિયુક્તિ કરવામાં આવી છે. જે રૂપલના બન્ને બાળકોની 24 કલાક સાથે રહેશે.

4

અમદાવાદઃ લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીકની આરોપી રૂપલ શર્માની તો હાલ ધરપકડ થઈ ચૂકી છે પરંતુ આ કારણથી તેના બે નાના બાળકો નિરાધાર થઈ ચૂક્યા છે. હાલ આ બંને બાળકોને સંભાળવાની જવાબદારી ગાંધીનગર પોલીસના શિરે જ આવી ગઈ છે. બે બાળકોની સંભાળ માટે 24 કલાક મહિલા કોન્ટેબલ સાથે રહેશે.

5

રૂપલનો પતિ બૂટલેગર હતો અને તેના ત્રાસથી જ તેણે પતિ પાસેથી છુટાછેડા લઈ લીધા હતા. રૂપલને એક પુત્ર અને એક પુત્રી છે. તેનો પુત્ર આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે પુત્રી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે.

  • હોમ
  • ગુજરાત
  • રૂપલ શર્મા જેલમાં જતાં બે બાળકો નોંધારાં, બંને બાળકોની સંભાળ લેવા સરકારે કરી શું વ્યવસ્થા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.