પાટીદારોને અનામત આપવાની કોંગ્રેસની ફોર્મ્યુલા શું છે? જાણો વિગત
સવર્ણ આયોગની રચના બાબતે પક્ષ દ્વારા જાહેરાત કરાઈ છે. આ આયોગ પણ શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનની સમાન તક આપવાના ઉદ્દેશમાં મદદરૂપ થશે. કોંગ્રેસ આ બાબતનો સમાવેશ ચૂંટણી ઢંઢેરામાં પણ કરશે. ૧૯૯૪ પછી અલગ અલગ નવ રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ અનામત આપવામાં આવી હોવાની વાત પણ હાર્દિક પટેલે કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રકારની જોગવાઇને સ્પેશિયલ કેટેગરી કે અન્ય કોઇ પણ નામ આપી શકાય. કોંગ્રેસ આ માટે કમિશનની રચના કરીને સર્વે કરાવશે અને તેના આધારે જે સમુદાયોને બંધારણના આર્ટિકલ-૧પ/૪ અને ૧૬/૪ મુજબ અનામતનો લાભ અપાયો નથી. તેવા સમુદાયોને અનામત આપવાની કોંગ્રેસે ખાતરી આપી છે.
આ કાયદા હેઠળ સ્પેશિયલ કેટેગરીમાં સમાવેશ કરવાના સમુદાયને નિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા તમામ સ્ટેક હોલ્ડર સાથે પરામર્શ કરી એક કમિટીની રચના કરાશે.
હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, એસસી, એસટી અને ઓબીસી વર્ગ માટેની હાલની 49 ટકા અનામતનાં માળખાંમાં કોઇ પણ જાતના ફેરફાર કર્યા વગર બંધારણના આર્ટિકલ-૩૧-સીને ધ્યાનમાં રાખીને બંધારણના ૪૬ની જોગવાઈમુજબ કોંગ્રેસ પક્ષ જો સત્તા પણ આવશે તો આગામી વિધાનસભામાં વિધેયક રજૂ કરશે.
અમદાવાદઃ આજે હાર્દિક પટેલે અનામત મુદ્દે કોંગ્રેસ સાથે થયેલ સહમતીને લઈને અનેક ખુલાસા કર્યા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા કેવી રીતે અનામત આપવામાં આવશે તેની વિગતવાર જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -