કુંવરજીને હરાવવા માટે કોંગ્રેસે ખેલ્યો ક્યો મોટો દાવ જાણો? કોંગ્રેસની શું છે ગણતરી?
રાજકોટઃ ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટાચૂંટણી જીતવા બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ ચૂંટણી કુંવરજી બાવળિયા માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે કોંગ્રેસે કુંવરજીને હરાવવા માટે મોટો દાવ ખેલ્યો છે.
બાકી રહેલા ઉમેદવારોનો પ્રભાવ બહુ નથી પણ કોળી ઉમેદવારો ત્રણ-ચાર હજાર કોળી મતો ખેંચી જાય તો પણ કુંવરજીને ફટકો પડે કેમ કે કુંવરજીની લીડ 10 હજાર કરતાં વધારે મતોની નહોતી. આ ત્રણ ઉમેદવારો એટલા મતો ખેંચી જાય ને પાટીદારો કોંગ્રેસ સાથે રહે તો કુંવરજી હારી જાય તેવી કોંગ્રેસની ગણતરી છે.
આમ કોળી સમાજના 5 ઉમેદવારો મેદાનમાં રહેતાં કોળી મતોમાં વિભાજન થશે ને બીજી તરફ પટેલોના મતો પોતાને મળશે તેવી કોંગ્રેસની ગણતરી છે. ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા ઉપરાંત બીજા ત્રણ કોળી ઉમેદવારો મેદાનમાં છે.
આ ઉમેદવારોમાં અપક્ષ તરીકે ભરત જેસા માંકોલીયા, ધરમશી રામજી ઢાયા ( વ્યવસ્થા પરિવતૅન પાર્ટી) અને અન્ય અપક્ષ ઉમેદવાર મુકેશ મોહન ભેંસજાળીયાનો સમાવેશ થાય છે. અન્ય ઉમેદવારોમાં એક પટેલ, એક દલિત અને અન્ય એક ઉમેદવાર બ્રહ્મક્ષત્રિય છે.
કોંગ્રેસે કુંવરજીને હરાવવા અપક્ષ-અન્ય પક્ષના ત્રણ કોળી ઉમેદવારોને ઉભા રખાવ્યા છે કે જેને લીધે કોળી મતોનું વિભાજન થશે તેમ મનાય છે. જસદણમાં સૌથી મહત્વના કોળી મતદારોને આકર્ષવા ભાજપ - કોંગ્રેસે કોળી ઉમેદવારો ઉભા રાખ્યા અને તેની સાથે એક અન્ય પક્ષના ને 2 અપક્ષ મળી કુલ 3 કોળી ઉમેદવાર છે.