અવસર નાકિયાએ કુંવરજી બાવળિયા અંગે શું કહ્યું? કોંગ્રેસના ઉમેદવારનો વીડિયો થયો વાયરલ
અવસર નાકિયાએ જણાવ્યું હતું કે, આજની તારીખમાં જો હું ભાજપમાં જાવ તો જસદણ કે વીંછિયાની પબ્લિક મને 25 મત પણ આપે એવી નથી. મારી તો આ બીજી ટર્મ છે. આ તો સાહેબ ગયા એટલે બોલવા લાગ્યો. મેં કોઇ દીવસ ભાષણ કર્યું નથી, કોઈ દી ઉભો નથી થયો, આ પ્રથમવાર છે. આ તો માથે પડ્યું એટલે. અમને સાહેબે કોઇદી ઉભા થવા જ નથી દીધા.
મોબાઈલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કોંગી ઉમેદવાર અવસર નાકિયા એક ખુરશી પર બેઠા છે અને ચર્ચા કરી રહ્યા છે. અવસર નાકિયા બોલી રહ્યાં છે કે આજ સુધી સાહેબે જે કીધું તે અમે કર્યું છે. અમે પાયાના માણસો છીએ. અમે 360 દિવસ કામ કરનારા માણસો છીએ. અમે ક્યારે અમારો સ્વાર્થ જોયો નથી. તેમ છતાં આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. આ તો અમારા કોળી સમાજના કેટલાંક જિલ્લા પંચાયતના સભ્યો મુર્ખા કહેવાય, ભાજપમાં જવું તો પૂરતી કિંમત તો લેવી જોઈતી હતી ને.
જસદણ: જસદણ પેટા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ તરફથી કુંવજી બાવળિયા મેદાને છે જ્યારે કોંગ્રેસે અવસર નાકિયાને મેદાને ઉતાર્યાં છે. જોકે હાલ સોશિયલ મીડિયા પર અવસર નાકિયાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ કેટલાંક ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે.
વાયરલ વીડિયો પર કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, એને રાજકીય એકડો શીખવવાવાળો હું છું, જો એ સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડી દઈશ. આ બધી વાહિયાત વાતો છે. અઢી વર્ષમાં તેઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહ્યાં છતાં 18 ગામમાં પણ નથી ગયા. તેઓ હાર ભાળી ગયા છે, એટલે આવી વાતો કરે છે. આ મતદારોને ભડકાવવાનો પ્રયાસ છે.