દિનેશ કાર્તિકની સિક્સરે લીધો ગુજરાતી શિક્ષકનો ભોગ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રવિણભાઈના મોતના સમાચાર વાયુવેગે વાંકાલ અને આસપાસના વિસ્તારોમાં ફેલાતા ભારતની જીતની ખુશી આસપાસના વિસ્તારોમાં ગમગીનીમાં ફેરવાઈ ગઈ હતી.
રસાકસીભરી મેચમાં છેલ્લા બોલે છગ્ગો ફટકારતા જ પ્રવિણભાઈનું હ્રદય સંતુલન ગુમાવી બેઠું એવું જણાતા પરિવારજનોએ તાબડતોબ હોસ્પિટલ ખસેડ્યા હતાં. પરંતુ રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો.
જેની સામે જીત મેળવવા 167ના લક્ષ્યાંક સામે છેલ્લા બોલે પાંચ રનની જરૂરિયાત હતી. ત્યારે દિનેશ કાર્તિકે છેલ્લા બોલે છગ્ગો ફટકારતા જ પ્રવિણભાઈ પોતે અચાનક ઉત્સાહના અતિરેકમાં ખુરશી ઉપરથઈ ઉભા થઈ ગયા હતા પરંતુ ગણતરીની સેકન્ડમાં જ ફરી જમીન પર ઢળી પડ્યા હતાં.
વલસાડ તાલુકાનાં વાંકલ ગામે રહેતા નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ બાબરભાઈ પટેલ રવિવાર રાત્રે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચ પત્ની સાથે નિહાળી રહ્યા હતાં. પ્રથમ બેટિંગ બાંગ્લાદેશ કરતાં 20 ઓવરમાં 166 રન ફટકાર્યા હતાં.
દિનેશ કાર્તિકે એક ઓવરમાં 12 રન કરવાના હતા જ્યારે છેલ્લા બોલે 5 રન ભારતને જરૂર હતી જોકે દિનેશ કાર્તિકે છેલ્લા બોલે સિક્સર ફટકારીને ભારતને અકલ્પનીય જીત અપાવી હતી.
વલસાડ: ક્રિકેટનો શોખ ઘણીવાર જીવલેણ બની શકે છે. એવો કિસ્સો વલસાડના વાંકલ ગામે પ્રકાશમાં આવ્યો છે. જેમાં જીતની ખુશી ઘરે ગમગીનીમાં ફેરવાઈ ગઈ હતી. નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારત સામે બાંગ્લાદેશનો પરાજય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -