✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એબીપી અસ્મિતાનો ખુલાસો, ચૂંટણી પહેલા ત્રીજા મોરચા જન વિકલ્પ પાછળ કોનો છે દોરીસંચાર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Sep 2017 06:25 PM (IST)
1

અમદાવાદ: રાજ્યમાં ત્રીજા વિકલ્પની શરૂ થયેલી મુહિમને લઈને એબીપી અસ્મિતા સૌથી મોટો ખુલાસો કર્યો હતો. નવા વિકલ્પના નામે લાગેલા હોર્ડિંગ્સ અને થઈ રહેલા પ્રસાર પ્રચાર પાછળ આખરે કોનું ભેજું છે. તેની પરથી આબીપી અસ્મિતા પડદો ઉઠાવ્યો હતો.

2

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો પણ દાવેદારી કરશે. હાલમાં ઘણાં વિસ્તારોમાં જનવિકલ્પના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. અને આ મૂહિમ પાછળ આખરે કોનો દોરી સંચાર છે. આખરે આ જનવિકલ્પ મુહિમ પાછળનું શું છે રાજકીય ગણિત શું છે. આખરે આ મુહિમની પાછળ દોરીસંચાર કરનારનો શું છે સંકલ્પ છે. આ મુહિમથી ગુજરાતની રાજનીતિમાં શું થશે ફેરફાર.

3

હવે શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં કોંગ્રેસને હરાવવાનો સંકલ્પ કર્યો છે. બાપુની આ મૂહિમને જોતા ભાજપને જ આડકતરો ફાયદો થઈ શકે છે. કારણ કે, સરકાર વિરોધી વોટબેંકનું વિભાજન થઈ શકે છે.

4

વાઘેલા પોતાના સમર્થકોને 70થી વધુ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતારશે. સાથો સાથે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેંદ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં ઉમેદવારી કરે તેવી પૂર્ણ શક્યતા છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડોફાડનાર શંકરસિંહ વાઘેલા હવે ગુજરાતમાં ફરી એક રાજકીય મૂહિમ ચલાવવા જઈ રહ્યા છે. વાઘેલા અગાઉ કહી ચૂક્યા છે કે, તેઓ ભાજપમાં નથી જોડાવાના. એટલુ જ નહીં રાજનીતિ પણ નથી છોડવાના. કોંગ્રેસથી નારાજ થઈને 13 ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યા હતા.

5

જનવિકલ્પની મૂહિમ પાછળ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાનો દોરીસંચાર હોઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવરાત્રિની શરૂઆતથી વાઘેલા અંબાજીથી રાજ્યમાં શક્તિધોમોની યાત્રા કરશે. અને આ યાત્રા દરમિયાન રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ પણ હોવાની જાહેરાત કરશે.

  • હોમ
  • ગુજરાત
  • એબીપી અસ્મિતાનો ખુલાસો, ચૂંટણી પહેલા ત્રીજા મોરચા જન વિકલ્પ પાછળ કોનો છે દોરીસંચાર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.