56 વર્ષ બાદ નર્મદા ડેમનું લોકાર્પણ, LED લાઇટોથી શણગારવામાં આવ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદા મહોત્સવ માટે કેવડિયા નરેન્દ્ર મોદી અને સાધુ સંતો પૂજા કરશે અને નર્મદા આષ્ટકમ બોલશે ત્યાં સુધી નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે અને જેમાંથી 30 લાખ જેટલું પાણી છોડવા આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 15 એપ્રિલ 1961ના રોજ જવાહરલાલ નહેરુએ બંધનો શિલાન્યાસ કર્યો હતો. 56 વર્ષ સુધીમાં આ બંધ પર 65,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
વડાપ્રધાન મોદીના સ્વાગત માટે નર્મદા ડેમને રંગરોગાન અને રોશની કરીને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. નર્મદા ડેમ ને LED લાઈટોથી શણગારવામાં આવી છે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કેવડીયા ખાતે બનેલા 138.68 મીટર ઉંચા નર્મદા ડેમનું લોકાર્પણ કરશે. આવતીકાલે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. વડાપ્રધાન મોદીના આગમનને લઇને વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -