એબીપી અસ્મિતાનો ખુલાસો, ચૂંટણી પહેલા ત્રીજા મોરચા જન વિકલ્પ પાછળ કોનો છે દોરીસંચાર?
અમદાવાદ: રાજ્યમાં ત્રીજા વિકલ્પની શરૂ થયેલી મુહિમને લઈને એબીપી અસ્મિતા સૌથી મોટો ખુલાસો કર્યો હતો. નવા વિકલ્પના નામે લાગેલા હોર્ડિંગ્સ અને થઈ રહેલા પ્રસાર પ્રચાર પાછળ આખરે કોનું ભેજું છે. તેની પરથી આબીપી અસ્મિતા પડદો ઉઠાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો પણ દાવેદારી કરશે. હાલમાં ઘણાં વિસ્તારોમાં જનવિકલ્પના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. અને આ મૂહિમ પાછળ આખરે કોનો દોરી સંચાર છે. આખરે આ જનવિકલ્પ મુહિમ પાછળનું શું છે રાજકીય ગણિત શું છે. આખરે આ મુહિમની પાછળ દોરીસંચાર કરનારનો શું છે સંકલ્પ છે. આ મુહિમથી ગુજરાતની રાજનીતિમાં શું થશે ફેરફાર.
હવે શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં કોંગ્રેસને હરાવવાનો સંકલ્પ કર્યો છે. બાપુની આ મૂહિમને જોતા ભાજપને જ આડકતરો ફાયદો થઈ શકે છે. કારણ કે, સરકાર વિરોધી વોટબેંકનું વિભાજન થઈ શકે છે.
વાઘેલા પોતાના સમર્થકોને 70થી વધુ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતારશે. સાથો સાથે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેંદ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં ઉમેદવારી કરે તેવી પૂર્ણ શક્યતા છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડોફાડનાર શંકરસિંહ વાઘેલા હવે ગુજરાતમાં ફરી એક રાજકીય મૂહિમ ચલાવવા જઈ રહ્યા છે. વાઘેલા અગાઉ કહી ચૂક્યા છે કે, તેઓ ભાજપમાં નથી જોડાવાના. એટલુ જ નહીં રાજનીતિ પણ નથી છોડવાના. કોંગ્રેસથી નારાજ થઈને 13 ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યા હતા.
જનવિકલ્પની મૂહિમ પાછળ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાનો દોરીસંચાર હોઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવરાત્રિની શરૂઆતથી વાઘેલા અંબાજીથી રાજ્યમાં શક્તિધોમોની યાત્રા કરશે. અને આ યાત્રા દરમિયાન રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ પણ હોવાની જાહેરાત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -