કોંગ્રેસ સાથેની બેઠક માટે ‘પાસ’એ ખાસ રાજસ્થાનથી બોલાવેલા નેતા હિંમતસિંહ કોણ છે જાણો વિગત?
હાર્દિક પણ જ્યારે દોસા ગયો હતો ત્યારે હાર્દિકનું ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રવક્તા હિંમત સિંહના ઘરે જોરદાર સ્વાગત કરાયું હતું. અહીંજ હાર્દિક અને અનામતને હિંમત સિંહે ખુલ્લુ સમર્થન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિંમતસિંહ ગુજ્જર ગુજ્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રવક્તા હતા. ગુજ્જર આંદોલન વખતે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુર્જરો સહિત 5 જાતીઓને વર્ષ 2010માં ઓબીસી અને એસબીસીનો 1 ટકા અનામત મળી હતી. બાદમાં 2015માં એસબીસી અંતર્ગત પાંચ ટકા અલગથી મળી હતી.
આ પહેલા ૩૦ ઓકટોબરના દિવસે પાસ અને કોંગ્રેસ આગેવાનો વચ્ચે યોજાયેલ બેઠકમાં બંને પક્ષોએ એકબીજાની મોટાભાગની શરતોને માન્ય રાખી હતી. પાટીદારોને OBC અનામત આપવા અંગે અંતિમ નિર્ણય બંધારણના નિષ્ણાંતો સાથે વાતચીત કરીને લેવામાં આવશે.
અમદાવાદઃ અનામત મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બુધવારે મોડી રાત્રે યોજાયેલી ત્રણ કલાકની બેઠકમાં ‘પાસ’એ રાજસ્થાનના ગુજ્જર નેતા હિંમતસિંહ ગુજ્જરને ખાસ હાજર રાખ્યા હતા. આ બાબત ચર્ચાસ્પદ બની છે અને આ હિંમતસિંહ કોણ છે તે સવાલ પૂછાવા લાગ્યો છે.
આ બેઠકમાં બંધારણીય રીતે કોંગ્રેસ કઇ રીતે પાટીદારોને અનામત આપશે એ વિષય પર પાટીદારોએ સવાલ ઉઠાવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા. પાસના નેતા અલ્પેશ પટેલે કહ્યું કે રાજસ્થાનના ગુજ્જર નેતા હિંમતસિંહ ગુજ્જર પણ આ બેઠકનો ભાગ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -