ભાજપે UPથી બોલાવેલા મૌલવીએ મુસ્લિમોના મતોના બદલામાં કરી એવી માગણી કે ભાજપવાળા સ્તબ્ધ થઈ ગયા, જાણો વિગત
અમને પૂરતી ટિકીટો નહીં મળે તો અમે ચૂંટણી લડવા પણ તૈયાર છીએ. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, મોદી દ્વારા ગુજરાત મોડલની વાતો કરાઈ રહી છે ત્યારે અમે જાતે આવીને અમદાવાદના વિવિધ વિસ્તાર જોયા છે પરંતુ ક્યાંય ગુજરાત મોડલનો વિકાસ જોવા મળ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમિર રશાદીને ભાજપના એજન્ટ ગણાવવામાં આવી રહ્યાં છે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ હતુ કે, 60 વર્ષથી અમને કોંગ્રેસના એજન્ટ ગણવામાં આવી રહ્યાં છે તો હવે સમાજના હિત માટે ભાજપના એજન્ટ ગણવામાં આવશે તો પણ અમને કોઈ વાંધો નથી. અમારી માગ પ્રમાણે ટિકિટો ફાળવી આપે તેને અમારૂ સમર્થન છે.
મદનીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ માત્ર ત્રણ જણનું નામ લેવાઈ રહ્યું છે. આ પૈકી હાર્દીક પટેલ જે પાટીદારોની વાત કરે છે, જિજ્ઞેશ મેવાણી દલિતોની વાત કરે છે તથા અલ્પેશ ઠાકોર માત્ર ઓબીસીની વાત કરે છે. પરંતુ મુસ્લિમોને કોઈ ગણકારતુ નથી.
તેમણે કહ્યું કે, હું રાહુલ ગાંધીને સવાલ કરવા ગુજરાતમાં આવ્યો છું કે, કોંગ્રેસ પાટીદાર, ઓબીસી તથા દલિતોન વાત કરે છે પણ મુસ્લિમોની વાત કેમ નથી કરતી? ગુજરાતની ચૂંટણીમાં મુસ્લિમો ક્યાં તેવો સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, જો બંને પક્ષમાંથી જે પક્ષ અમારી માગ સ્વિકારશે તેને સમર્થન કરીશું.
તેમણે એવું એલાન પણ કર્યું કે, એક પણ પક્ષ દ્વારા અમારી માંગ પ્રમાણે ટિકિટ નહીં ફાળવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. રાજકીય પંડિતોના મતે મુસ્લિમોના મતોમાં વિભાજન કરવાની આ ચાલ છે કેમ કે ભાજપ 18 બેઠકો મુસ્લિમોને આપે એ શક્ય નથી.
રાષ્ટ્રીય ઉલમા કાઉન્સિલના પ્રમુખ મૌલાના આમિર રશાદી મદનીએ સીધે સીધો મુસ્લિમોને ગુજરાતના રાજકારણમાં તેમની વસતીના પ્રમાણમાં હિસ્સો આપવા માગ કરી છે. ભાજપ તથા કોંગ્રેસમાંથી જે પક્ષ ગુજરાતમાં મુસ્લિમોને 18 બેઠકો ફાળવશે તે પક્ષને મુસ્લિમો સમર્થન આપશે તેવુ પત્રકાર પરિષદમાં તેમણે જાહેર કર્યું.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોની નારાજગીને ખાળવા ભાજપે સમાજના બીજા વર્ગોના મતો મેળવવા કસરત શરૂ કરી છે. તેના ભાગરૂપે ઉત્તર પ્રદેશથી કેટલાક મુસ્લિમ મૌલવીઓને બોલાવાયા છે. આ પૈકીના એક મૌલવીએ પત્રકાર પરિષદ કરીને એવી માગ મૂકી કે જે સાંભળીને ભાજપના નેતા સ્તબ્ધ થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -