જસદણ પેટા ચૂંટણી: આ બેઠક પર કોંગ્રેસ કોને આપશે ટીકિટ, જાણો કયા બે નેતાનું નામ છે સૌથી મોખરે?
ભાજપ માઈક્રો પ્લાનિંગ સાથે ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારને લઈને જૂથવાદ ચાલી રહ્યો છે. જસદણમાં સંઘના જૂના જોગી અને જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્ર રામાણી કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
જસદણ પેટા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ આગામી સોમવારે જાહેર કરે તેવી શક્યતાઓ છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આગામી 7 અથવા 9 ડિસેમ્બરના રોજ મતદાન થઈ શકે છે અને 11 ડિસેમ્બરના રોજ મતગણતરી થઈ શકે છે.
આ સિવાય અવસરભાઈ નાકિયા પણ ટીકિટના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ બન્ને નેતામાંથી કોને ટીકિટ આપે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલને કોંગ્રેસમાંથી ટીકિટ મળે તેવી શક્યતા છે.
રાજકોટ: જસદસણ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ તમામ તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે બન્ને પક્ષો દ્વારા બેઠક જીતવા માટે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપના કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસ જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને અવસરભાઈ નાકિયાને ટીકિટ મળે તેવી શક્યતા છે.