✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નરેન્દ્ર મોદીના હાથમાં બંધાયેલ કાળા દોરાનું શું છે રહસ્ય? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2017 09:44 AM (IST)
1

જોકે તેમના હાથમાં બંધાયેલ કાળો દોરો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ ટિંબા ગામના માં દુર્ગા મંદિરનો પ્રસાદ છે. મોદી આ મંદિરમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવતા હતા અને પ્રધાનમંત્રી બન્યા બાદ પણ આવે છે. આ મંદિર પ્રત્યે મોદીની ઊંડી આસ્થા છે. કહેવાય છે કે, આ મંદિરના પુજારી મંત્રજાપ કરીને કાળો દોરો મોદીને મોકલે છે.

2

એ વાતમાં કેટલું તથ્ય છે તેની ખબર નહીં પરંતુ એક વાત હંમેશા માર્ક કરવામાં આવી છે કે મોદી જયારે અડધી બાંયનો કુર્તો પહેરે ત્યારે તો ઠીક કે દોરો લોકોને દેખાય પરંતુ જયારે તેઓ ફૂલ સ્લિવ કુર્તો પહેરે છે ત્યારે સતત ડાબા હાથથી જમણી સ્લિવને ઉપર ચઢાવે છે અને પેલો કાળો દારો દેખાતો રહે છે.

3

આપણે પણ જોયું છે કે મોદીના ભાષણ બાદ લોકો ફકત તાળીઓનો જ વરસાદ નથી વરસાવતા પરંતુ મત પેટીમાં પણ તેમના માટે મતોનો વરસાદ વરસાવે છે. ત્યારે કેટલાક લોકો માને છે કે આ જાદૂ મોદીનો નહીં પરંતુ કાળા દોરાનો છે જે સદા તેમના જમણા કાંડા પર બંધાયેલ હોય છે.

4

લોકો માની રહ્યા છે કે આ દૈવી શકિત જ છે જે મોદીને સતત તેમના વિરોધીઓ પર વિજય અપાવી રહી છે. ભાજપના કાર્યકર્તાઓ તો ત્યાં સુધી કહે છે કે 'જયારે જયારે 'સાહેબ'બે હાથ ઉંચા કરીને ભાષણ કરે છે ત્યારે લોકો તેમના કાંડા પર બંધાયેલ દોરો જોતા જ અભિભૂત થઈ જાય છે. જાણે કોઈ સમ્મોહન શકિતથી ખેંચાયેલા હોય તેમ તેમને ફકત મોદીનો જ ચહેરો દેખાય છે.'

5

અમદાવાદઃ વર્ષ 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી ભાજપ જીત્યું ત્યારે એક શબ્દ ખૂબ જ સાંભળી મળતો હતો એ છે ‘મોદી મેજીક’. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના અપ્રત્યાશીત વિજયે 'મોદી મેજીક'ને સામાન્ય લોકો વચ્ચે પણ ચર્ચાનો વિષય બનાવી દીધો છો.

6

જયાં સુધી મોદીની વાત છે ત્યાં સુધી તેઓ એક કરિશ્માઈ વ્યકિતત્વના ધણી છે. તેટલું તો તેમના વિરોધીઓએ પણ માને છે પરંતુ જયારે મેજીક કે જાદૂ શબ્દની વાત આવે ત્યારે નરેન્દ્ર મોદીના હાથમાં બંધાયેલા કાળા દોરો મોટાભાગના લોકોનું ધ્યાન જરૂર ખેંચે છે. ભાજપના નેતાઓથી લઈને વિરોધીઓ અને જનસામાન્ય પણ માનવા લાગ્યું છે કે મોદીના હાથમાં સદા બંધાયેલ રહેતા કાળા દોરામાં એક અજબની ગેબી શકિત બંધાયેલી છે.

  • હોમ
  • ગુજરાત
  • નરેન્દ્ર મોદીના હાથમાં બંધાયેલ કાળા દોરાનું શું છે રહસ્ય? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.