ભુજઃ પિતા કેન્સરથી પીડાતી દીકરી સાથે કરતો ઘૃણાસ્પદ કૃત્ય, માતાને વાત કરતાં શું થયું?
આ અંગેની વિગતો એવી છે કે, ભુજની 14 વર્ષીય સગીરાને બ્લડ કેન્સર છે. આ દીકરી પર તેના પિતાએ જ નજર બગાડી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી દીકરી સાથે જાતિય સતામણી કરતો હતો. જોકે, અત્યાર સુધી પિતાની કરતૂત સહન કરતી દીકરીએ માતાને વાત કરતાં પિતાની હરકતો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભુજઃ બે દિવસ પહેલાં ભુજમાં કેન્સરથી પીડાતી સગીર દીકરી સાથે પિતા હવસ સંતોષતો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ત્રણ વર્ષથી નરાધમ પિતા દીકરી સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરતો હતો. કંટાળેલી દીકરીએ માતાને વાત કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
દીકરીની આપવીતી સાંભળ્યા પછી ખૂદ પત્નીએ જ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે હવસખોર પિતાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતાની સગી દીકરી સાથે અડપલાં કરનારા પિતાની પોલીસે ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -