અમરેલીઃ પત્નીને પતિના મિત્ર સાથે બંધાયા સંબંધ, પછી શું થયું?
અમરેલીઃ રાજુલાની સીમમાં રહેતા યુવકનું પત્ની અને તેના મિત્રે હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. પત્નીએ પતિના મિત્ર સાથે પ્રેમસંબંધમાં પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેમની પત્નીએ પતિના મિત્ર એવા પ્રેમી સાથે મળીને કરી હોવાની પોલીસને શંકા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે.
પોલીસે તપાસ દરમિયાન એક જગ્યાએ મૃતદેહ હોવાની શંકા જતાં ખોદકામ કરતાં ત્યાંથી લાશ મળી આવી હતી. આ લાશને પરિવારે ઓળખી બતાવતાં તે ભોળાભાઈની હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભોળાભાઇની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ છે.
આ અંગેની વિગતો એવી છે કે, રાજુલાના કુંડલીયાળા અને રીંગણીયાળા ગામમાં રહેતા ભોળાભાઇ ભરવાડ બે દિવસથી ગુમ હતા. આ અંગે તેમના ભાઈએ ડુંગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે સીમ વિસ્તારની એક વાડીમાંથી ભોળાભાઈની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -