શું નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપશે? સોશિયલ મીડિયા પરના અહેવાલ પર નીતિન પટેલે શું કહ્યું?
નોધનીય છે કે ગુજરાતમા જ્યારે નવી સરકાર બની ત્યારે નીતિન પટેલને નાણા મંત્રાલય ના સોંપાતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં ભાજપને નાણા મંત્રાલય સૌરભભાઇ પાસેથી લઇને નીતિન પટેલને પાછુ આપવું પડ્યુ હતું. જોકે અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે આખરે નીતિનભાઈની પ્રતિષ્ઠાને કોણ ખરાબ કરવા માગે છે..?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિનભાઈએ ટ્વીટ કરતાં લખ્યું કે ''છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો તરફથી મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકશાન કરવા માટે સોશલ મીડિયામાં ઉપજાવી કાઢેલા સમાચાર અને ખોટી પોસ્ટ મુકવામાં આવી રહી છે. આથી સર્વે શુભેચ્છકો, કાર્યકરો અને નાગરીકોને આવી અફવાઓ ન માનવા નમ્ર વિનંતી છે''.
એટલુ જ નહી આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો નીતિન પટેલ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે મળી ભાજપ સામે બળવો પર કરી શકે છે. જોકે નીતિન પટેલે આ તમામ દાવાઓને અફવા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, રાજીનામાની વાત કોઇએ ઉપજાવી કાઢી છે. મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી મને બદનામ કરવા માટેનો આ પ્રયાસ છે.
છેલ્લા કેટલાક દિવસથી સોશલ મીડિયા પર અહેવાલ વહેતા થયા છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપથી નારાજ છે અને તેઓ નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. કેટલાક પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો હતો કે નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપીને હાર્દિક પટેલને ખુલ્લુ સમર્થન આપશે.
ગાંધીનગરઃ પોતે ભાજપથી નારાજ છે તેવા સોશિયલ મીડિયા પર વહેલા થયેલા અહેવાલને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અફવા ગણાવ્યા હતા. નીતિન પટેલે આ અહેવાલનું ખંડન કર્યુ હતું અને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આ અફવાઓને સાચી માનવી નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -