કચ્છ: દારૂની પેટીઓ ભરેલી ટ્રકે અચાનક મારી પલ્ટી, રસ્તા પર વહી દારૂની નદી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે દારૂ ભરેલ ટ્રકે પલ્ટી મારી ત્યારે સ્થાનિક લોકો પહોંચે તે પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી જેના કારણે દારૂની બોટલ કોઈ લઈ જઈ શક્યું નહોતું.
દારૂ ભરેલો ટ્રક અચાનક પલ્ટી ખાઈ જતાં સમગ્ર ઘટના સર્જાઈ હતા જેના કારણે રસ્તા પર દારૂની નદી વહેતી થઈ હતી. દારૂની વાસ પ્રસરી જતાં લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં.
લોકો પણ રસ્તા પર દારૂ વેરાયેલો જોઈ મોટી સંખ્યામાં લોકોના ટોળાં વળી ગયા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ આ ટ્રકનો પીછો કરી રહી હતી ત્યારે જ આ દુર્ઘટના બની હતી.
કચ્છ જિલ્લામાં આજે દારૂની પેટીઓ ભરેલી એક ટ્રક પલ્ટી ખાઈ જતાં રસ્તા પર દારૂની નદી વહેતી થઈ હતી. આખા ટ્રકમાં દારૂના ખોખા ભરેલા હતા, જે વેરવિખેર થઈને રસ્તા પર પડતાં ચારે તરફ દારૂની બોટલો વેરાઈ ગઈ હતી. જેમાં અનેક બોટલો ફૂટી જતાં આખા વિસ્તારમાં દારૂની વાસ પ્રસરી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -