ગુજરાતના આ શહેરમાં 25 વર્ષમાં પહેલીવાર 4.5 ડિગ્રી તાપમાન થયું? જાણો વિગત
નવસારીમાં 4.5, આણંદમાં 6, ગાંધીનગરમાં 6.8, નલિયામાં 7.8, અમદાવાદમાં 8, ડીસામાં 8, વલસાડમાં 9.1, મહુવામાં 9.5, અમરેલીમાં 9.6 અને વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં છેલ્લા કેટલાંક દિવસથી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જે અંતર્ગત બુધવારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. જોકે ગુરૂવારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વહેલી સવારે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો જેના કારણે 4.5 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું.
સમગ્ર ગુજરાતમાં 6.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું હતું. નવસારીમાં ગુરૂવારે વહેલી સવારે તાપમાનનો પારો 5 ડિગ્રીથી પણ નીચે ઉતરી 4.5 ડિગ્રીએ સ્થિર થયો હતો. એટલે કે નવસારીમાં છેલ્લા 25 વર્ષની સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી.
નવસારી: ઉત્તર ભારતનાં 11 રાજ્યોમાં કોલ્ડવેવની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનીક સરક્યુલેશનથી ઠંડો પવન આવતાં ઠંડીનો પારો ગગડ્યો છે. આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની સંભાવના છે. ગુરૂવારે નવસારીમાં 25 વર્ષનું સૌથી નીચું એટલે કે 4.5 ડિગ્રી તો સુરતમાં 7 વર્ષ અને વડોદરા-અમદાવાદમાં 3 વર્ષ બાદ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -