Tiktok વીડિયોના કારણે સસ્પેન્ડ થયેલી કોન્સ્ટેબલ અલ્પીતા પોતાને ગણાવે છે ‘ક્વીન અન્ના’, જાણો વિગત
મહેસાણાઃ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજની મહિલા કોન્સ્ટેબલ અલ્પીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવી છે. અલ્પીતાએ ફેસબુક પેજ પર પોતાને ‘ક્વીન અન્ના’ ગણાવી છે. વીડિયો એપ ટીકટોક પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી. જે બાદ મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ તેને શિસ્તનું પાલન અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીકટોક વીડિયોના કારણે સસ્પેન્ડ થનારી યુવતી અલ્પીતા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. તેના ફેસબુક એકાઉન્ટમાં તેમના અનેક પિક્ચર્સ અને વીડિયો જોવા મળે છે. આ યુવતીના ફેસબુકમાં ઢગલા બંધ વીડિયો અને તસવીરો મૂકવામાં આવી છે.
મહિલા કોન્સ્ટેબલ પેટ્સના પણ શોખીન હોય તેવું જાણવા મળી રહ્યું છે, તેમણે પોલીસ ડોગ સાથેની અનેક તસવીરો ફેસબુકમાં મૂકી છે.
ચૌધરીના એકાઉન્ટ ફેસબુક પર ફિલ્ટર એપ B16 અને સુપર સેલ્ફી સહીત અનેક એપના ઉપયોગથી એડિટ કરીને પોલીસકર્મીએ જુદા જુદા પ્રકારની તસવીરો મૂકી હતી
તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં હેરસ્ટાઇલથી લઈને ટ્રેન્ડી ડ્રેસિસ અને સેલ્ફીઓની વણઝાર જોવા મળે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)
- - - - - - - - - Advertisement - - - - - - - - -