વણઝારાના ભાણેજ જમાઈને અન્ય યુવતી સાથે છે સેક્સ સંબંધ, આપઘાત પહેલાં ગીતાબહેને કોની સાથે કરી વાત ? જાણો

આ અંગેની વિગત એવી છે કે પીએસઆઈ ચંદ્રેશ નાયકનાં પત્ની ગીતાબેન ઈલોલની આશ્રમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. ગઈ કાલે પીએસઆઈ નાયકનો ફોન સતત બીઝી આવતો હોઇ તેની પત્ની ગીતાબેન ફોન કરીને કંટાળી ગયાં હતાં. પીએસઆઈ નાયકને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડો પણ થતો હતો. ગઈ કાલે ફરી પતિ-પત્ની વચ્ચે ફોન પર ઝઘડો થયો હતો.
ગીતાબેનના ભાઈએ ફરિયાદ નોંધાવી છે કે, ચંદ્રેશભાઇને મુસ્લિમ યુવતી સાથે આડાસબંધ હોઇ મરવા સુધીનું દૂષ્પ્રેરણ કરી, સરકારી લોડેડ પિસ્તોલ ખૂલ્લી મૂકી આત્મહત્યા કરવા સુધીનું દૂષ્પ્રેરણ કર્યુ હતું. જેને પગલે ગીતાબેને લોડેડ પિસ્તોલ જમણા લમણા ઉપર મૂકી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
પીએસઆઈ નાયકે તેમની પત્નીને ફોન પર જ સમજાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગીતાબેને ફોન નાની પુત્રી ગટુના હાથમાં આપી દીધો હતો અને ગટુએ જ તેના પપ્પાને કહ્યું કે, મમ્મીએ ગોળી મારી આત્મહત્યા કરી છે. પીએસઆઈ ચંદ્રેશ નાયકના સાળાએ મહેસાણા પોલીસ સ્ટેશન બી-ડિવિઝનમાં પોતાની બહેનને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે રાતે પીએસઆઈ નાયકની ધરપકડ કરી હતી.
ગીતાબેને આત્મહત્યા કરી લેતા બે દીકરીઓએ માતાનું છત્ર તો ગુમાવ્યુ છે, સાથે સાથે માતાને મૃત્યુ માટે દૂષ્પ્રેરણ કરવામાં પિતા પણ આરોપી બનતાં બંને દીકરીઓને માતા-પિતાની હૂંફ ગુમાવવાનો વારો આવ્યો છે. ગીતાબેનને લોડેડ પીસ્ટલથી જમણા લમણા પર ગોળી વાગેલ છે.
નાયકને સવારે પત્ની સાથે વાતચીત કરવા દરમિયાન ચાલુ ફોને જ પાંચ વર્ષીય દીકરીએ માતાની આત્મહત્યાની હદયદ્રાવક ઘટના અંગે સમાચાર આપ્યા હતાં. બાદમાં કહ્યું હતું કે, પપ્પા મમ્મીએ ગોળી મારી દીધી, મમ્મી તો મરી ગઇ. ગુરૂવારે સવારે નાયક આરોપીને દિલ્લીથી લઇને આવેલા હોવાથી અને કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી ઘરેથી નીકળ્યા હતા ત્યારે ચંદ્રેશભાઇનો ફોન સતત ચાલુ હતો આથી ગીતાબેનને સતત બીઝી ટોન મળી રહ્યો હતો.
અમદાવાદ: હિંમતનગરના માહાવીર નગર ખાતે રહેતા અને મહેસાણા જિલ્લામાં વસઈ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ નાયકની પત્ની અને ડી.જી. વણઝારાની ભાણીએ ગઈ કાલે પતિની સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘા કરી લીધો હોત. ગઈ મોડી રાતે પત્નીને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપવાના ગુના સબબ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પીએસઆઇના મુસ્લિમ યુવતી સાથે સેક્સ સંબંધ હોવાનું સામે આવ્યું છે.
નાયકે જ્યારે કોલ-બેક કર્યો ત્યાં સુધીમાં તો ગીતાબેનની ધીરજનો અંત આવી ગયો હતો અને તેમણે કહ્યું હતું કે તમે બીજી સ્ત્રીઓનો મોહ છોડી શકતા નથી, તમને હું નડુ છું. ચંદ્રેશભાઇએ સમજાવવાનો પ્રયાસ કરતાં ગીતાબેને ફોન દીકરી ગટુને આપી દીધો હતો અને તેમણે દીકરીને મમ્મીની સાથે રહેવા તથા હું પરત આવુ છું તેમ કહેતાં પાંચ વર્ષીય દીકરી ગટુએ કહ્યુ હતું કે, પપ્પા મમ્મીએ ગોળી મારી દીધી, મમ્મી મરી ગઇ છે.